નેશનલ

બોયફ્રેન્ડ સાથે વાતો કરવા માટે દીકરીએ માતા સાથે કંઈક એવું કર્યું, કે હોસ્પિટલ પહોંચ્યો મામલો

લખનઉઃ સોશિયલ મીડિયા અને મોબાઈલ બાળકો પર ખૂબ માઠી અસર પાડી રહ્યાં છે. જી હા, લખનઉમાં આવી એક ચોંકાવનારી ઘટના બની છે. લખનઉમાં કૃષ્ણનગરમાં એક કિશોરીએ તેના બોયફ્રેન્ડ સાથે વાત કરવામાં માટે તેની માતા સાથે જે કર્યું એ જાણીને તમે પણ ચોંકી જશો. એક દીકરી પોતાના સગી જનેતા સાથે શરમજનક પગલું ભરે એ ચિંતાની બાબત છે. જાણીએ મા-દીકરીની ચોંકાવનારી સ્ટોરી

લખનઉમાં કૃષ્ણનગરમાં બની ઘટના

ઘટનાની વાત કરવામાં આવે તો કૃષ્ણનગરની પંદર વર્ષની છોકરીએ ઇન્સ્ટાગ્રામ પર પડોશના એક છોકરા સાથે વાત કરવા માટે ત્રણ મહિના સુધી તેની માતાના ખોરાકમાં ઊંઘની ગોળીઓ ખવડાવી હતી. છોકરીની માતા, જે બુટિક ચલાવે છે અને લોકોના ઘરોમાં રસોઈનું કામ પણ કરે છે, છેલ્લા કેટલાક મહિનાઓથી સતત નબળાઈ અને ગાઢ ઊંઘની સમસ્યાથી પીડાઈ રહ્યાં હતાં. કોઈ પણ પ્રકારની દવા લીધી વિના આખરે શા માટે તેના શરીરમાં નબળાઈ આવી? આ વાત તેઓ પરેશાન હતા, જેથી ડૉક્ટર પાસે જઈને તપાસ કરાવવા માટે ગયાં હતાં.

ડૉક્ટરની વાત સાંભળીને માતા પણ ચોંકી ગઈ

ડૉક્ટર પાસે પોતાની તપાસ કરાવી ત્યારે રિપોર્ટમાં ઊંઘની ગોળીઓની વધુ પડતી લીધી હોવાથી આવું થતું હોવાનું બહાર આવ્યું હતું. ડૉક્ટરની આ વાત સાંભળીને માતા ચોંકી ગઈ, કારણ કે તેણે આવી કોઈ દવા લીધી ન હતી. ડૉક્ટરના રિપોર્ટ પછી ઘરે તપાસ શરૂ થઈ ત્યારે કોઈએ અનુમાન કર્યું ન હતું કે આવું પોતાની જ પુત્રીએ કર્યું હશે. જ્યારે છોકરી સાથે કડક પૂછપરછ કરવામાં આવી, ત્યારે આ સમગ્ર વાતની કબૂલાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે ત્રણ મહિનાથી દરરોજ તેની માતાના ખોરાકમાં ઊંઘની ગોળીઓ ભેળવી રહી હતી. તેણીએ આ બધું એટલા માટે કર્યું જેથી તે મોડી રાત સુધી ઇન્સ્ટાગ્રામ પર તેના બોયફ્રેન્ડ સાથે નિર્ભયતાથી વાત કરી શકે!

છોકરીને બોયફ્રેન્ડ લાવીને આપતો હતો ઊંઘની ગોળીઓ

ચોકાવનારી વાતએ પણ છે કે, છોકરીને ઊંઘની ગોળીઓ બીજુ કોઈ નહીં પરંતુ તેનો જ બોયફ્રેન્ડ લાવીને આપતો હતો. અત્યારે આ કિશોરીને લોકબંધ હોસ્પિટલના વન સ્ટોપ સેન્ટરમાં કાઉન્સેલિંગ માટે લઈ જવામાં આવી હતી. માતાએ પોતાની દીકરી પર કોઈ કાર્યવાહી કરવાની ના પાડી છે. તેની દીકરીમાં સુધાર આવી જાય. કારણ કે, આખરે મા તો મા હોય છે. પોતાના સંતાનો સાથે કઈ ખરાબ થયાં તેવું તે ક્યારેય નહોતી ઇચ્છતી. અત્યારે માતા અને દીકરી બંનેને સલાહ આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button