નેશનલ

પૂંછમાં આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ

જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં સુરક્ષા દળોએ એક જંગલમાં આતંકવાદીના ગુપ્ત ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો. જ્યાંથી સાત કાટ લાગેલા ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણો અને એક વાયરલેસ સેટ જપ્ત કર્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર સુરનકોટ વિસ્તારમાં દારા સાંગલા ખાતે પોલીસ અને આર્મી દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન ગુફાની અંદર ગુપ્ત ઠેકાણાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ધાબળા અને કેટલીક અન્ય સામગ્રી પણ ગુપ્ત સ્થળેથી મળી આવી હતી. કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું. જોકે આ મામલે હજુ સુધી કોઇ ધરપકડ કરવામાં આવી નથી.
અધિકારીઓના જણાવ્યા મુજબ પ્રારંભિક તપાસ સૂચવે છે કે બે દાયકા પહેલા આ વિસ્તારમાં સક્રિય આતંકવાદીઓ દ્વારા છૂપાવા માટે આ જગ્યાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button