નેશનલ

કેવી રીતે ખબર પડે કે આ સાયબર ફ્રોડ છે? બચવા માટે માત્ર આટલું કરો!

ફ્રોડમાં ફસાયા તો ઓનલાઈન અને હેલ્પલાઈન પર પણ ફરિયાદ કરી શકો

અમદાવાદઃ સાયબર ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે. સાયબર ઠગો લોકોને સાયબર ક્રાઇમનો શિકાર બનાવીને હજારો લાખો રૂપિયા પડાવી લેતા હોય છે. જેથી સાયબર ક્રાઇમ બાબતે સતર્કતા રાખવાની ખાસ જરૂરી છે. સાયબર ક્રાઇમ સામે લડત આપવા માટે સૌ પ્રથમ કોઇપણ નાણાકીય છેતરપીંડી થઇ હોય તો તુંરત આ નાણાકીય નુકશાન થતુ અટકાવવા માટે 1930 ડાયલ કરીને ફરિયાદ નોંધાવી શકાય છે. અથવા તો www.cybercrime.gov.in પર ઓનલાઇન ફરિયાદ પણ નોંધાવી શકાય છે.

સાયબર ઠકો છેતરપિંડી માટે અવનવા કિમીયો અપનાવે છે

આજના ડિજિટલ યુગમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગને પગલે સાયબર ક્રાઇમના ગુનાઓ પણ વધી રહ્યા છે. રોજિંદા જીવનમાં આપણે સવલત માટે ઓનલાઇન માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ. આપણે સાથે મળીને ડિજિટલ સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. સાયબર ઠગો લોકોનું લૂંટવા માટે અવનવા રસ્તાઓ અપનાવીને ક્રાઇમ કરી રહ્યા છે, ત્યારે આપણે.યુ.પી.આઇ ફ્રોડ કેવી રીતે થાય છે, અને તેનાથી કેવી રીતે બચી શકાય તે જાણીએ

UPI દ્વારા હેકર્સ મુખ્ય ચાર મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરી રહ્યા છે, જેથી આ રીતે સાયબક ક્રાઇમ ગુનાઓને આ જાકારો આપી શકાય છે.

(1) ઇ- કોમર્સ છેતરપિંડીઃ હેકર્સ ઇ-કોમર્સ સાઇટસ પર મોંધી વસ્તુઓ ખૂબ સસ્તામાં વેચવાની લાલચ આપે છે, અને આ લાલચથી ગ્રાહક પેમેન્ટ કરે છે. પેમેન્ટ કર્યા બાદ ખામી વાળી અથવા નકામી વસ્તુની ડિલવરી થાય છે અથવા ડિલવરી પણ થતી નથી, વધુમાં ગ્રાહક રિફંડ માંગે તો તેઓના દ્વારા મોકલેલ લિંક પર ક્લિક કરતાં ગ્રાહકના એકાઉન્ટમાંથી પૈસા ખાલી થઇ જાય છે.

(2) ભૂલથી રૂપિયા જમા કરાવવાઃ હેકર્સ પહેલાં ગ્રાહકના એકાઉન્ટમાં પૈસા જમા કરે છે, અને પછી ભૂલથી જમા કરાવ્યા છે એમ કહી પૈસા પરત લેવા માટે લિંક મોકલે છે. આ લિંક પર ક્લિક કરવાથી એકાઉન્ટમાં જે રૂપિયા પડ્યાં હોય તે જતા રહે છે અને એકાઉન્ટ ખાલી થઈ જાય છે.

(3) લોટરી છેતરપિંડીઃ ગ્રાહકને લોટરી જીતી હોવાની વાત કહીને એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા માટે લિંક મોકલવામાં આવે છે, જેના પર ક્લિક કરતા નાગરિકોના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉધાર થઇ જાય છે.

(4) ફિશિંગ બેન્ક URL: ફિશિંગ બેન્ક લિંક દ્વારા નકલી બેન્કની વેબસાઇટ પર લઇ જવામાં આવે છે, જ્યાં યુઝરને યુ.પી.આઇની માહિતી દાખલ કરવા માટે કોઇપણ રીતે મજબૂર કરવામાં આવે છે. આ યુઝર પોતાના યુ.પી.આઇની માહિતી દાખલ કરે જેથી યુઝર બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ડેબિટ થઇ જાય છે.

આપણ વાંચો:  ભારતના હુમલાના ડરથી પાકિસ્તાની સેનાએ આતંવાદી હાફિઝ સઈદને આપી મજબુત સુરક્ષા

સાયરબ છેતરપિંડીથી બચવા માટે શું કરવું?

આવી છેતરપિંડીથી બચવા માટે મહત્વની બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. પહેલી બાબત કે, અનઅધિકૃત લિંક પર ક્લિક ન કરવું, બીજી બાબત કે, પીન-ઓટીપી ક્યારેય કોને શેર ના કરવો, ત્રીજી બાબત કે, સુરક્ષિત વાઇ-ફાઇ પર જ ટ્રાન્ઝેકશન કરવું અને ચોથી બાબત કે, પેમેન્ટ રિકવેસ્ટને ધ્યાનથી ચેક કરવી અને પછી જ પેમેન્ટ કરવું. આટલી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તમે ક્યારેય કોઈ છેતરપિંડીનો શિકાર નહીં બનો!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button