
શ્રીનગર: ભારતીય સેનાએ ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓના જૂથની તલાસ દરમિયાન સ્થાનિક નાગરિકો સાથે કથિત રીતે ‘દુર્વ્યવહાર’ કર્યો હતો. ભારતીય સેનાએ આ આરોપોની તપાસ શરૂ કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપ છે કે કઠુઆ ગામના ચાર લોકોને આર્મીની કસ્ટડીમાં ટોર્ચર કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે સવારે આ લોકોને કિશ્તવાડમાં આર્મી કેમ્પમાં રિપોર્ટ કરવા માટે ફોન આવ્યો હતો. 10 નવેમ્બરના રોજ ચાસક વિસ્તારમાં સેનાના એક જુનિયર કમિશન્ડ ઓફિસરની હત્યા અને ત્રણ સૈનિકોને ઘાયલ કરવાના સંદર્ભમાં તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
સેનાએ આપી માહિતી:
ભારતીય સેનાની 16મી કોર્પ્સના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ વ્હાઇટ નાઈટ કોર્પ્સે x પર પોસ્ટ કરી આ અંગે માહિતી આપી છે. પોસ્ટમાં લખવામાં આવ્યું કે “કિશ્તવાડ સેક્ટરમાં આતંકવાદીઓના જૂથની પ્રવૃત્તિ અંગે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, રાષ્ટ્રીય રાઇફલ્સ દ્વારા 20 નવેમ્બરના રોજ એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન નાગરિકો સાથે કથિત દુર્વ્યવહારના કેટલાક અહેવાલો છે. હકીકત જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી રહી છે. જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે.”
સેનાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે “આતંકવાદી જૂથની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે,” તે જ્યારે કિશ્તવાડના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કે પોલીસ આરોપોની ચકાસણી કરી રહી છે.
રાજનાથ સિંહે ન્યાયની ખાતરી આપી:
ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એમવી સુચિન્દ્ર કુમારે કિશ્તવાડની મુલાકાત અને ત્યાંની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કર્યાના બે દિવસ બાદ આ આરોપો લાગ્યા છે. પોલીસે આ મામલામાં એફઆઈઆર નોંધી છે, જ્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પીડિત પરિવારોને મળ્યા હતા અને ન્યાયની ખાતરી આપી હતી.
આ પણ વાંચો ફેક્ટ ચેકઃ શું 1992ના મુંબઈ રમખાણો પર ઉદ્ધવ ઠાકરેએ માફી માગી?
આર્મીની કસ્ટડીમાં ત્રણના મોત:
ગયા વર્ષે ડિસેમ્બરમાં પૂંચમાં સૈન્યના વાહનો પર આતંકવાદી હુમલાના સંબંધમાં પૂછપરછ માટે સેના ત્રણ નાગરીકોને કસ્ટડીમાં લીધા હતાં, કસ્ટડીમાં કથિત તેમની રીતે હત્યા કરવામાં આવી હતી.