આમચી મુંબઈ
કાંદાના વેપારી સાથે ₹ ૨.૦૭ કરોડની છેતરપિંડી
થાણે: નવી મુંબઈના કાંદાના વેપારીને રોકાણ પર સારા વળતરની લાલચ આપીને રૂ. ૨.૦૭ કરોડનો ચૂનો ચોપડવા બદલ બે જણ સામે ગુનો દાખલ કરાયો હતો. સીબીડી બેલાપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે કાંદાની નિકાસમાં રોકાણ પર સારા વળતરનું આશ્ર્વાસન આપીને આરોપીઓએ વેપારી પાસે રૂ. ૨.૩૬ કરોડનું રોકાણ કરાવ્યું હતું. મુલુંડમાં રહેનારા એક આરોપીએ બાદમાં દુબઇમાં રૂ. ૩.૨૦ કરોડના કાંદાની નિકાસ કરી હતી અને તેને કથિત રીતે હવાલા મારફત પેમેન્ટ મળ્યું હતું. આરોપીએ આમાંથી માત્ર ૨૯ લાખ રૂપિયા વેપારીને આપ્યા હતા. દરમિયાન વેપારી સાથે રૂ. ૨.૦૭ કરોડની છેતરપિંડી કરવામાં આવતાં તેણે પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે પોલીસે મુલુંડના આરોપી અને મીરા-ભાયંદરના તેના સાથીદાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)