₹ ૧૬,૧૮૦ કરોડનો ફ્રોડ: વધુ એકની ધરપકડ | મુંબઈ સમાચાર

₹ ૧૬,૧૮૦ કરોડનો ફ્રોડ: વધુ એકની ધરપકડ

થાણે: પેમેન્ટ ગેટવે સર્વિસ પ્રોવાઇડરની સિસ્ટમ હૅક કરીને રૂ. ૧૬,૧૮૦ કરોડની ઉચાપતને મામલે થાણે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ દિનેશ ધોંડુ શિર્કે (૪૯) તરીકે થઇ હોઇ શિર્કેની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા હવે ચાર પર પહોંચી છે.

દિનેશ શિર્કે એન્ટરપ્રાઇઝીસ કંપનીનો ભાગીદાર હોઇ તેને અંધેરીથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કેસમાં અગાઉ પોલીસે ભાયંદરના અમોલ આંધળે ઉર્ફે અમન, અનુપ દુબે (૨૬) અને મુંબઈના રહેવાસી સંજય નામદેવ ગાયકવાડ (૪૨)ની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આ છેતરપિંડી લાંબા સમયથી થઇ રહી હતી, પણ એપ્રિલ, ૨૦૨૩માં કંપનીની પેમેન્ટ ગેટવે સિસ્ટમ હૅક કરીને રૂ. ૨૫ કરોડની ઉચાપત કરવામાં આવી હોવાની ફરિયાદ શ્રીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ આખું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.

તપાસ દરમિયાન સાયબર સેલની ટીમને રૂ. ૧૬,૧૮૦ કરોડથી વધુની શંકાસ્પદ લેણદેણ થઇ હોવાનું જાણવા મળ્યું હતું. નૌપાડા પોલીસે ૬ ઑક્ટોબરે પાંચ જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)

સંબંધિત લેખો

Back to top button