આમચી મુંબઈ

દારૂની મહેફિલ માણતા પોલીસ કર્મચારી સહિત પાંચ ઝડપાયા

પાટણમાં એલસીબીના દરોડા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: પાટણ શહેરની એક હોટલમાં દારૂની મહેફિલ માણતા પોલીસ કર્મચારી સહિત પાંચ લોકો ઝડપાયા હતા. એલસીબી પોલીસે સુદામા ચોકડી પાસે આવેલા એક કોમ્પ્લેક્સના બીજા માળે ચાલતી હોટેલમાં ઓચિંતી રેડ કરી પાંચેયને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ શહેરના હારીજ ચાણસ્મા રોડ ઉપર આવેલી એક હોટલમાં કેટલાક શખ્સો દારૂ ઢિંચતા હોવાની એલસીબીને બાતમી મળી હતી. જ્યાં મધરાત્રે પાટણ એલસીબી પોલીસે રેડ કરતાં દારૂની મહેફિલ માણતા નબીરાઓમાં દોડધામ મચી હતી. પોલીસે કાંકરેજ અને મહેસાણાનાં ચાર મિત્રો સાથે પાટણના એક પોલીસ કર્મીને દારૂની મહેફિલ માણતાં પકડી પાડ્યા હતા. પોલીસ પૂછપરછમાં તેમની ઓળખ ઈશ્ર્વરસિંહ રાજપૂત, સાહિલ રાવત, દિલીપ ચૌધરી, જયદિપ પંચાલ તથા ગોસ્વામી કૃષ્ણપુરી ભાસ્કરપુરી જેની ઓળખ પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે અપાઇ હતી. પોલીસે પાંચેય શખ્સોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button