મહારાષ્ટ્રમાં ગર્ભવતી મહિલાઓ પર તોળાઈ રહ્યું છે નવું સંકટ…
મુંબઈઃ દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં ઝિકા વાયરસ (Zika Virus)ના અત્યાર સુધીમાં 56 કેસ નોંધાયા છે અને એમાંથી 50 કેસ તો એકલા પુણેમાંથી નોંધાયા છે. મળી રહેલી માહિતી પ્રમાણે 16 ગર્ભવતી મહિલાઓ પણ આ વાઈરસથી સંક્રમિત થઈ છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ વાઈરસના લક્ષણો ખૂબ જ સાઈલેન્ટ હોય છે અને તેમ છતાં ગર્ભવતી મહિલાઓને આ વાઈરસ ખૂબ જ ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે. આ વાઈરસને કારણે ગર્ભમાં રહેલાં ભ્રુણનો પૂરેપૂરો વિકાસ નથી થઈ શકતો. મહારાષ્ટ્રમાં ઝિકા વાઈરસને લઈને હેલ્થ એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રની યાદીમાં મહારાષ્ટ્રમાં દસ કેસ જોવા મળી રહ્યા છે, પણ રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા 56 કેસ હોવાની માહિતી આપવામાં આવી છે.
Also Read: Puna માં Zika virus ના 6 દર્દીઓ નોંધાત તંત્ર એલર્ટ, અનેક વિસ્તારોમાં કરાઇ રહ્યું છે ફોગીંગ
હાલમાં ઝિકા વાઈરસની ચપેટમાં આવી ગયેલી 16 મહિલાઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે, કારણ કે તેમને સૌથી વધુ જોખમ રહેલું છે. ગર્ભવતી મહિલાઓના આ વાઈરસ પ્લેસેન્ટાની મદદથી ભ્રૂણ સુધી પહોંચી શકે છે. ઝિકાને કારણે બાળક માઈક્રોસેફલી જેવી જન્મજાત મેડિકલ કંડિશનની સાથે પેદા થવાની શક્યતા વધી જાય છે. સાદા શબ્દોમાં કહીએ તો બાળકના મગજનો પૂરો વિકાસ ન થવાનું જોખમ વધી જાય છે.
ઝિકા વાઈરસ મચ્છરથી ફેલાતી બીમારી છે અને આ બીમારી એડિઝ મચ્છર દ્વારા ફેલાય છે. આના ઈલાજ માટે કોઈ ખાસ દવા નથી. તાવ અને દુઃખાવા સંબંધિત કેટલીક દવાઓ આપીને આ વાઈરસના લક્ષણો ઘટાડી શકાય છે.
Also Read: ઝીકાનો ખતરો: મહારાષ્ટ્રમાં કેસ નોંધાયા બાદ કેન્દ્રએ રાજ્યોને એડવાઈઝરી મોકલી, કહી આ વાત
ડોક્ટરના જણાવ્યા અનુસાર આ બીમારીનો સૌથી સારો ઈલાજ આ બીમારીથી બચવા માટેના ઉપાયો જ છે. ઝિકા વાઈરસ એટલા માટે પણ વધારે જોખમી છે કારણ કે તેના લક્ષણો ઝડપથી દેખાતા નથી શરીરમાં જો આ વાઈરલ વધારે ફેલાય તો વધારે જોખમી સાબિત થઈ શકે છે, એટલે એના લક્ષણો પર તરત જ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે, એવું નિષ્ણાતોએ વધુમાં જણાવ્યું હતું.