આમચી મુંબઈમહારાષ્ટ્ર

દેવેન્દ્ર ફડણવીસ સાથે ઝિશાન સિદ્દીકીની મુલાકાતે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી…

મુંબઈઃ બાબા સિદ્દીકીના પુત્ર અને કોંગ્રેસના વિધાનસભ્ય ઝિશાન સિદ્દીકી તેના પિતા બાબા સિદ્દીકીની હત્યા બાદ આજે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળવા માટે સાગર બંગલો ખાતે મળ્યા. આ અગાઉ પોલીસે બાબા સિદ્દીકી હત્યા કેસમાં જીશાન સિદ્દીકીનું નિવેદન પણ નોંધ્યું હતું.

આ પણ વાંચો : Baba Siddique ની હત્યા બાદ પુત્ર ઝીશાન સિદ્દીકીએ કરી પોસ્ટ, કહ્યું- મારા પરિવારને…

આજે ઝિશાન સિદ્દીકી સાગર બંગલે પહોંચે તે પહેલા મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકર પણ સાગર બંગલે પહોંચી ગયા છે. બાબા સિદ્દીકીની બારમી ઓક્ટોબરની રાત્રે હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ, જ્યારે બાબા સિદ્દીકીને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, ત્યારે દેવેન્દ્ર ફડણવીસ તરત જ લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હવે, ઝિશાન સિદ્દીકી દેવેન્દ્ર ફડણવીસને મળવા સાગર બંગલે પહોંચ્યા છે. જેના કારણે વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

આ પણ વાંચો : બાબા સિદ્દીકીની હત્યામાં વપરાયેલી આ પિસ્ટલની કિમત 8 લાખ રૂપિયા : હથેળીમાં સમાય જાય, પણ રેન્જ એવી કે જે વીંધાયો તે ગયો જીવથી

લોકસભા ચૂંટણી પહેલા બાબા સિદ્દીકી કોંગ્રેસ છોડીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર)માં જોડાયા હતા. શું ઝિશાન સિદ્દીકી પણ ચૂંટણી પહેલા કોઈ અલગ નિર્ણય લેશે? ઝિશાન સિદ્દીકીની કોંગ્રેસ પાર્ટીમાં જ મતભેદ છે. ખાસ કરીને સચિન સાવંત અને તેમની ટીમ સહમતી નથી, તો શું તેઓ વિધાનસભાની ચૂંટણી પહેલા અલગ નિર્ણય લઈને કોંગ્રેસને આંચકો આપશે? તેની પણ હવે ચર્ચા થઈ રહી છે.

ઝિશાન સિદ્દીકીએ ગુરુવારે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર એક પોસ્ટ પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં, તેણે કહ્યું, “મારા પિતાએ ગરીબ નિર્દોષ લોકોનું જીવન સુધારવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે તેમના ઘર અને તેમના જીવનું રક્ષણ કરતા પોતાનો જીવ ગુમાવ્યો. આજે મારો પરિવાર તૂટી ગયો છે. પરંતુ મને લાગે છે કે મારા પિતાના મૃત્યુ પર રાજનીતિ ન થવી જોઈએ અને તેમનો સંઘર્ષ વ્યર્થ ન જવો જોઈએ. મને અને મારા પરિવારને ન્યાય જોઈએ છે.”

આ પણ વાંચો : બાબા સિદ્દીકી હત્યા કેસ: કિલરને કૅશ આપનાર નિષદ યુપીથી પકડાયો…

ઝિશાન સિદ્દીકીએ આ પોસ્ટ કરી હતી અને આજે સાગર બંગલોમાં દેવેન્દ્ર ફડણવીસ સાથેની તેમની મુલાકાતને સાથે જોડવામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસે બાબા સિદ્દીકીના હત્યારાઓ પાસેથી ત્રણ પિસ્તોલ કબજે કરી છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર એક ઓસ્ટ્રેલિયન બનાવટની ગ્લોક પિસ્તોલ, એક ટર્કિશ પિસ્તોલ અને દેશી બનાવટની પિસ્તોલ છે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker