આમચી મુંબઈમહારાષ્ટ્ર

અલવિદા ‘ઉસ્તાદ’: ઝાકિર હુસૈનનો પરિવાર કલાને સમર્પિત છે, જાણો કોણ-કોણ છે?

મુંબઈઃ વરિષ્ઠ સંગીતકાર અને પ્રખ્યાત તબલાવાદક ‘ઉસ્તાદ’ ઝાકિર હુસૈને ૭૩ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. ઉસ્તાદ ઝાકિર હુસૈનનું સોમવારે સવારે હૃદય અને ફેફસા સંબંધિત બિમારીઓને કારણે અમેરિકામાં નિધન થયું હતું. તે લાંબા સમયથી બીમાર હતા, જેના કારણે તેમણે તેમના ઘણા કોન્સર્ટ કેન્સલ કર્યા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે પુત્રી છે.

આ પણ વાંચો : અલવિદા ‘ઉસ્તાદ’ ઝાકિર હુસૈનઃ હરિદાસે કહ્યું ‘મેં તેમના માટે તબલા બનાવ્યા ને તેમને મારું જીવન’

તેમના પિતા અલ્લાહ રખા પણ પ્રખ્યાત તબલાવાદક હતા. ઉસ્તાદ અલ્લાહ રખ્ખાનો જન્મ જમ્મુ અને કાશ્મીરમાં લશ્કરી પરિવારમાં થયો હતો. તેઓ તેમના સાત ભાઈમાં સૌથી મોટા હતા. તેમના પિતા (ઉસ્તાદ ઝાકિર હુસૈનના દાદા) ઇચ્છતા નહોતા કે અલ્લા રખ્ખા સંગીત શીખે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉસ્તાદ ઝાકિર હુસૈનના પિતા અલ્લાહ રખા જયારે ૧૨ વર્ષના હતા ત્યારે તેઓ તેમના કાકાને મળવા ગુરદાસપુર ગયા હતા. ત્યાં તેમણે પહેલીવાર તબલા જોયા અને તેમને ખૂબ ગમ્યા. આ પછી તેઓ સંગીત શીખવા માટે પંજાબ સ્કૂલ ઑફ ક્લાસિકલ મ્યુઝિક (ઘરાણા)માં આવ્યા.

તેઓ ઉસ્તાદ મિયાં ખાદરબખ્શ પખાવજીના શિષ્ય હતા. તબલા પ્રત્યેની તેમની ઊંડી રુચિએ તેમને મહાન તબલાવાદક બનાવ્યા હતા. તેઓ એક એવા ભારતીય તબલાવાદક હતા, જેમણે તબલા વગાડવાની કળાને સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બનાવી હતી.

ઝાકિર હુસૈનની વાત કરીએ તો ઝાકિર હુસૈને તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈના માહિમની સેન્ટ માઈકલ સ્કૂલમાંથી મેળવ્યું હતું. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ઉસ્તાદ ઝાકિર હુસૈને ભારતમાં તેમજ વિદેશમાં ફિલ્મો અને આલ્બમ્સમાં કામ કર્યું હતું.

તેમણે ૧૯૭૮માં ઈટાલિયન કથક ડાન્સર અને તેમની મેનેજર એન્ટોનિયા મિનીકોલા સાથે લગ્ન કર્યા હતા. જ્યારે તે ડાન્સ શીખી રહી હતી ત્યારે તે કેલિફોર્નિયામાં ઝાકિર હુસૈનને મળી હતી. તેમને બે દીકરી છે, અનીસા કુરેશી અને ઈસાબેલા કુરેશી. ઝાકિર હુસૈનની મોટી દીકરી અનીસા ફિલ્મ નિર્માતા છે, જ્યારે નાની દીકરી ઈસાબેલા ડાન્સની ટ્રેનિંગ લઈ રહી છે.

આ પણ વાંચો : ઝાકિર હુસૈન બાદ હવે આ મશહુર ગાયકનું થયું નિધન

ઉસ્તાદ અલ્લાહ રખ્ખાએ બે વાર લગ્ન કર્યા હતા. તેમના પ્રથમ લગ્ન બાવી બેગમ સાથે થયા હતા અને તેમને ત્રણ પુત્રો, ઝાકિર હુસૈન, ફઝલ કુરેશી અને તૌફિક કુરેશી અને બે પુત્રીઓ ખુર્શીદ ઓલિયા અને રઝિયા હતા. તેમના બીજા લગ્ન ઝીનત બેગમ સાથે થયા હતા. જેમને એક પુત્રી રૂહી બાનો અને પુત્ર સાબીર હતો. રૂહી બાનુ ૧૯૮૦ના દાયકાનાં લોકપ્રિય ટીવી અભિનેત્રી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button