આમચી મુંબઈ

ભિવંડીમાં યુવકે ગળાફાંસો ખાધો: મહિલા વિરુદ્ધ ગુનો દાખલ

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં 24 વર્ષના યુવકને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

યુવકના પિતાએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે શુક્રવારે મહિલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 (આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવું) હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

આ પણ વાંચો : થાણેના હેલિપેડ પર ઉતરતાં જ એકનાથ શિંદેએ દીપક કેસરકર સાથે કરી ખાનગી ચર્ચા: મીડિયાને કોઈ જવાબ ન આપ્યા

યુવકની ઓળખ કુણાલ કૃષ્ણા વર્તા તરીકે થઇ હતી, જેણે 12 સપ્ટેમ્બરે ભિવંડીમાં પોતાના ઘરમાં સિલિંગ સાથે રસ્સી બાંધીને ગળાફાંસો ખાધો હતો.

ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપી મહિલા પરિણીત છે અને સોશિયલ મીડિયા પર યુવક સાથે તેની મિત્રતા થઇ હતી. બાદમાં બંને વચ્ચે અનૈતિક સંબંધ બંધાયા હતા. મહિલાએ તેને પ્રેમનું ખોટું વચન આપ્યું હતું, જેને કારણે યુવકે આત્મહત્યા કરી હતી. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button