આમચી મુંબઈ

મઝગાંવમાં ગોળીબારમાં યુવાન જખમી: બે બાઈકસવાર ફરાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના મઝગાંવ વિસ્તારમાં ગોળીબાર કરી બાઈકસવાર બે શખસ ફરાર થઈ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવમાં પગમાં ગોળી વાગવાથી યુવાન જખમી થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ભાયખલા પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારના મળસકે ત્રણ વાગ્યાની આસપાસ મઝગાંવના શિવદાસ ચાંપસી માર્ગ પર બની હતી. ગોળીબારમાં મોસીન ખાન (૩૩) જખમી થતાં તેને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર મોસીન ખાન બે મિત્રો સાથે વાતચીત કરતો ઘટનાસ્થળે આવેલા ચાના સ્ટોલ પાસે ગયો હતો. ત્રણેય મિત્રો ચા પી રહ્યા હતા ત્યારે એક બાઈક પર સવાર બે હુમલાખોર ત્યાં આવ્યા હતા. બાઈક પર પાછળ બેસેલા શખસે પિસ્તોલમાંથી ખાનની દિશામાં એક રાઉન્ડ ફાયર કર્યું હતું. ગોળીબાર કરી બન્ને શખસ બાઈક પર ફરાર થઈ ગયા હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ગોળી ખાનના પગને ઘસાઈને પસાર થઈ ગઈ હતી. ઘટનાસ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે હુમલાખોરોની ઓળખ મેળવવાના પ્રયત્ન ચાલી રહ્યા છે. આ પ્રકરણે અજાણ્યા શખસો વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
મોસીન ખાન આસપાસના પરિસરમાં પાનની ચારથી પાંચ દુકાન ધરાવે છે. પોલીસને શંકા છે કે ગુટકાના સપ્લાયને મુદ્દે થયેલા વિવાદમાં આ હુમલો કરાયો હશે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button