આમચી મુંબઈમહારાષ્ટ્ર

OMG: વૈતરણામાં માછીમારી કરવા જતા યુવક બન્યો શાર્કના હુમલાનો બન્યો ભોગ અને…

પાલઘર: દુનિયામાં દર વર્ષે સેંકડો લોકો શાર્ક માછલીના હુમલાનો શિકાર બનતા હોય છે, તેમાંથી અનેકના મોત થાય છે અને અમુક લોકો પોતાના શરીરના મહત્ત્વના અંગ હાથ હોય કે પગ હંમેશા માટે ગુમાવતા હોય છે, પણ તાજેતરમાં મુંબઈ નજીક પાલઘરની વૈતરણા નદીમાં શાર્કના હુમલાની ચોંકાવનારી ઘટના બની હતી.

મોટા ભાગના કિસ્સામાં આવી ઘટના દરિયામાં બનતી હોય છે. મુંબઈ નજીક આવેલા પાલઘર જિલ્લામાં મનોર નજીક આવેલી વૈતરણા નદીમાં એક યુવાન માછલી પકડવા ગયો હતો. તે દરમિયાન એક શાર્ક માછલીએ આ યુવાન પર હુમલો કરી તેનો પગને પકડી લીધો હતો. શાર્કે પગ પકડી લીધા પછી આ યુવક બૂમાબૂમ કરવા લાગ્યો હતો. યુવાનની ચીસોનો અવાજ સાંભળી ત્યાં હાજર રહેલા લોકોએ અને ગામના લોકોએ યુવાનને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ શાર્કે યુવાનના અડધા પગને ચાવી નાખ્યો હતો.


વૈતરણા નદીમાં બનેલી આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ખાડી વિસ્તારમાં એક યુવાનોનું જૂથ માછલી પકડવા ઉતર્યું હતું. આ દરમિયાન 32 વર્ષના વિક્કી ગોવારીના પગથી શાર્ક અથડાતા શાર્કે સુરેશના પગને મોંઢામાં ઝકડી લીધો હતો. જોકે, આ શાર્કના હુમલાથી યુવાનને પીડા થતાં તેણે પીડાથી ચીસો પાડી હતી, એવી માહિતી એક અધિકારીએ આપી હતી.


શાર્કના હુમલામાં જખમી થયેલા યુવાનને નજીકના એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શાર્કે જ્યારે એ યુવક (સુરેશ)ના પગને છોડ્યો ત્યાં સુધી તેનો અડધો પગ ખવાઇ ગયો હતો. શાર્કને સુરેશથી છૂટી કર્યા બાદ તેને ગામના લોકોએ શાર્કને પકડી લીધી હતી, જેમાં શાર્કનું મોત થયું હતું. આ શાર્કનું વજન અંદાજે 200 કોલો જેટલું હશે, એવી માહિતી ગામના એક વ્યક્તિએ આપી હતી.


ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રત્નાગિરી જિલ્લાના ગણપતિપુળેમાં 35 ફૂટ લાંબી વ્હેલ માછલીના બચ્ચાને દરિયાકિનારથી રેસક્યૂ કરી પાછી સમુદ્રમાં છોડવામાં આવ્યું હતું. ચાર ટન વજનના આ વ્હેલને બચ્ચાને રેસક્યૂ માટે બચાવકર્તા ટીમને 40 કલાક કરતાં વધુનો સમય લાગ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button