શૅર ટ્રેડિંગમાં 16 લાખ ગુમાવનારા યુવકે કરી આત્મહત્યા

નાશિક: નાશિકમાં શૅર ટ્રેડિંગમાં 16 લાખ રૂપિયા ગુમાવ્યા બાદ 28 વર્ષના યુવકે આત્મહત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
સતપુર નજીક પિંપલગાવ બહુલા ગામમાં બુધવારે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ રાજેન્દ્ર કોલ્હે તરીકે થઇ હતી.
ચાંદવડ તાલુકાનો રહેવાસી રાજેન્દ્ર કોલ્હે મહાશિવરાત્રી નિમિત્તે મંદિરમાં દર્શન કરવા ગયો હતો અને બાદમાં તેણે પોતાના શરીર પર કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દીધી હતી.
આ પણ વાંચો…શિવસેના (યુબીટી)એ ‘ભ્રષ્ટાચારને નાથવા માટે કડક પગલાં લેવા’ બદલ ફડણવીસની પ્રશંસા કરી
90 ટકા દાઝી ગયેલા કોલ્હેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. કોલ્હેએ શૅર ટ્રેડિંગમાં 16 લાખ રૂપિયા ગુમાવ્યા હતા અને તેના મિત્રોએ આ રકમ ચૂકવી દીધી હતી, પરંતુ કોલ્હેને હજી લાગતું હતું કે તેણે તેનાં માતા-પિતાને નિરાશ કર્યા છે, એમ સતપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.
કોલ્હેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા બાદ પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરીને તપાસ આદરી હતી. (પીટીઆઇ)