આમચી મુંબઈ
સગીરાના અંગત ફોટા મિત્રોને મોકલવા બદલ યુવકની ધરપકડ

થાણે: 17 વર્ષની સગીરાના અંગત ફોટા પોતાના મિત્રોને મોકલવા અને તેનો પીછો કરવા બદલ 22 વર્ષના યુવકની મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસે ધરપકડ કરી હતી.
આરોપીની ઓળખ રાજ સિંહ તરીકે થઇ હતી, જેણે ગયા વર્ષે સગીરા સાતે મિત્રતા કરી હતી અને તેને સોશિયલ મીડિયા થકી અંગત ફોટા મોકલવા કહ્યું હતું.
સગીરાએ ફોટા મોકલવાનો ઇનકાર કર્યા બાદ આરોપી તેનો પીછો કરવા લાગ્યો હતો. દરમિયાન સગીરાએ તેના અંગત ફોટા આરોપીને મોકલ્યા હતા, જે બાદમાં તેણે મિત્રોને પાઠવ્યા હતા અને તેની બદનામી કરી હતી.
આ પણ વાંચો : થાણેમાં ફ્લેટમાંથી 2.21 કરોડના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ
સિંહે તેના મિત્ર સાથે સગીરાનો તેના કાશીમીરાના ઘર સુધી પીછો કર્યો હતો. સગીરાએ આની જાણ પરિવારને કરી હતી અને બાદમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરીને પોલીસે સિંહની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)