જન્મદિવસે બાળકીનો વિનયભંગ કરવા બદલ યુવકની ધરપકડ

થાણે: થાણે જિલ્લામાં જન્મદિવસે આઠ વર્ષની બાળકીનો વિનયભંગ કરવા બદલ પોલીસે યુવકની ધરપકડ કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ભિવંડી વિસ્તારમાં પંદરમી ઑક્ટોબરે આ ઘટના બની હતી. એ દિવસે બાળકીનો જન્મદિવસ હતો.
બાળકી તેના ઘરની સામે રમી રહી હતી ત્યારે આરોપી દિનેશકુમાર શર્મા તેની પાસે આવ્યો હતો અને બર્થડે ગિફ્ટ ખરીદી આપવાનેું કહીંને તેને પોતાની સાથે આવવાનું કહ્યું હતું. એ સમયે બાળકી ગભરાઇ ગઇ હતી અને ઘરે જતી રહી હતી.
આપણ વાંચો: બે બાળકીનો વિનયભંગ કરવાના કેસમાં સિનિયર સિટિઝનને ત્રણ વર્ષની જેલ
દરમિયાન બાળકી તેના મિત્રો સાથે રમી રહી હતી ત્યારે આરોપી શર્મા તેને પોતાની સાથે લઇ ગયો હતો અને તેને અયોગ્ય સ્પર્શ કર્યો હતો. બાળકીએ બૂમાબૂમ કરતાં આરોપીએ તેને ઘટનાની કોઇને જાણ કરતાં ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી.
જોકે બાળકીએ ઘરે જઇને પરિવારજનોને ઘટનાની જાણ કરી હતી. આથી તેના પિતાએ બુધવારે ભિવંડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદને આધારે ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને શર્માની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)