વીજળીના આંચકાથી સગીરનું મોત: એમએસઇડીસીએલના બે કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ

થાણે: થાણે જિલ્લામાં વીજળીના આંચકાથી 17 વર્ષના સગીરના થયેલા મૃત્યુ પ્રકરણે પોલીસે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (એમએસઇડીસીએલ)ના બે કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
ઉલ્હાસનગર પોલીસે રવિવારે સિનિયર ટેક્નિશિયન સુધીર રામદાસ પગારે અને કોન્ટ્રેક્ટ પરના કર્મચારી રૂપેશ રાજારામ ઠાકરે વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 (બેદરકારીથી મૃત્યુ) હેઠળ એફઆઇઆર દાખલ કર્યો હતો.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ઉલ્હાસનગરના પંજાબી કોલોની વિસ્તારનો રહેવાસી 17 વર્ષનો આયૂષ રામચંદર રાય 28, જુલાઇ, 2025ના રોજ વરસાદ દરમિયાન વીજળીના ખુલ્લા વાયરનો સંપર્કમાં આવ્યો હતો અને વીજળીના આંચકાથી તેનું મૃત્યુ થયું હતું.
સગીરના પરિવારજનોએ 22 જુલાઇએ પાવર ફોલ્ટની ફરિયાદ કરી હતી અને બંને આરોપીઓએ છાપરા પર કામચલાઉ સમારકામ કર્યું હતું, પરંતુ ઇન્શ્યુલેશન ટેપ વિના વાયરના સાંધા ખુલ્લા છોડી દીધા હતા.
સગીર છ દિવસ બાદ વરસાદ દરમિાન છાપરા પર પ્લાસ્ટિ શીટ્સ નાખવામાં તેના પિતાને મદદ કરી રહ્યો હતો ત્યારે તેને વીજળીનો આંચકો લાગ્યો હતો. આ પ્રકરણે આંતરિત તપાસ કરવામાં આવ્યા બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)
આપણ વાંચો: થાણેના વૃદ્ધ દંપતી સાથે 17.5 લાખનીઠગાઈ: પનવેલના રહેવાસી વિરુદ્ધ ગુનો



