આમચી મુંબઈ

મુંબઈ, થાણેમાં આજે અને આવતી કાલે યલો એલર્ટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ, થાણે અને પાલઘર માટે હવામાન ખાતાએ બુધવાર સુધી યલો એલર્ટ જાહેર કરીને મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. સપ્ટેમ્બર પૂરો થવાની તૈયારીમાં છે અને વરસાદના પડ્યા હોવાથી ગરમી અને ઉકળાટ વધી ગયો છે ત્યારે ૨૭ સપ્ટેમ્બર સુધી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહીને પગલે ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા છે.

વરસાદની ગેરહાજરીમાં દિવસ અને રાતનું તાપમાન વધી ગયું છે ત્યારે હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘર માટે બુધવાર સુધી યલો એલર્ટ જાહેર કરી વરસાદની આગાહી કરી છે. તેથી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. નિષ્ણાતોના કહેવા મુજબ લાંબા સમય સુધી વરસાદની ગેરહાજરી બાદ શહેરમાં સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં નોંધપાત્ર વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘર માટે ૨૪ સપ્ટેમ્બરની તેની આગામીમાં છૂટાછવાયા સ્થળોએ વીજળીના ગડગડાટ સાથે ભારે વરસાદ અને તેજ પવન સાથે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે. આ દરમિયાન ૨૫ સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અને વીજળીના ચમકારા અને તોફાની પવની પણ શક્યતા છે. સોમવારે મુંબઈના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદના ઝાપટાં નોંધાયા હતા, તો અમુક વિસ્તારમાં થોડા સમય માટે ધોધમાર વરસાદ પડ્યો હતો.

સોમવારે કોલાબામાં લઘુતમ તાપમાન ૨૫.૭ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૨૬ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૦.૬ ડિગ્રી અને ૧.૨ ડિગ્રી વધુ હતું. આ દરમિયાન કોલાબામાં અને સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન અનુક્રમે ૩૧.૬ ડિગ્રી અને ૨૧.૨ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૦.૭ ડિગ્રી અને ૦.૧ ડિગ્રી વધારે હતું.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button