યહાં કે હમ સિકંદર…:

આજે કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં મહિલાઓએ એન્ટ્રી લઈને પોતાનો ડંકો ના વગાડ્યો હોય પછી એ કોઈ સ્પેસ મિશન લીડ કરવાની વાત હોય કે બોર્ડર પર જઈને શત્રુના દાંત ખાટા કરવાની વાત હોય. મુંબઈના ચર્ચગેટ સ્ટેશન ખાતે રસ્સી પર બેલેન્સ જાળવીને ચાલી રહેલી યુવતી જીવન અને કામ વચ્ચેના સંતુલનને જાળવવાનો પાઠ શીખવી રહી છે. (અમય ખરાડે)