આમચી મુંબઈ

WRના પ્રવાસીઓને મળશે વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ, આ તારીખથી શરુ થશે

મુંબઈ: ભારતીય રેલવેના સૌથી મોટા ઝોન પૈકીના પશ્ચિમ રેલવે (Western Railway)ના પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે કે અત્યાર સુધીમાં ઝોનમાં પાંચ વંદે ભારત દોડાવાય છે, પરંતુ આગામી અઠવાડિયાથી વધુ એક વંદે ભારત ટ્રેનની સોગાદ મળશે.

પશ્ચિમ રેલવેના સેક્શનમાં તેની છઠ્ઠી વંદે ભારત એક્સ્પ્રેસ ટ્રેનને 13 માર્ચથી શરૂ કરવા જઈ રહ્યું છે. અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત ટ્રેન સેવા શરૂ થવાથી પ્રવાસીઓને તેનો ઘણો લાભ થવાનો છે. અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સ્પ્રેસ ટ્રેનના ઉદ્ઘાટન સાથે પશ્ચિમ રેલવેમાં દોડતી અમદાવાદ-જામનગર વંદે ભારત ટ્રેન સેવાને ઓખા સુધી વિસ્તરણ કરવામાં આવવાની છે. 12 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓનલાઇન વીડિયો કોન્ફરન્સથી આ કાર્યક્રમમાં જોડાઈને પશ્ચિમ રેલવેને છઠ્ઠી વંદે ભારત એક્સ્પ્રેસ ટ્રેન ભેટ આપવાની સાથે અમદાવાદ-જામનગર વંદે ભારત ટ્રેન સેવાને ઓખા સુધી વિસ્તરણ કરવાની યોજનાને લીલી ઝંડી બતાવશે.

13 એપ્રિલથી અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત ટ્રેન સેવા શરૂ થશે અને આ ટ્રેનની સેવા અઠવાડિયામાં છ દિવસ શરૂ રહેશે એવી માહિતી રેલવે અધિકારીએ આપી હતી. પશ્ચિમ રેલવેને મળેલી આ છઠ્ઠી વંદે ભારત ટ્રેન (નંબર 22962) આ ટ્રેન સવારે 6.10 વાગ્યે અમદાવાદથી ઉપડશે એને લગભગ 11.35 વાગ્યા સુધી મુંબઈ સેન્ટ્રલ પહોંચશે તેમ જ આ જ ટ્રેન (ટ્રેન નંબર 22961) રિર્ટનમાં બપોરે 3.55 વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી રવાના થઈને રાતે 9.25 વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચશે.

અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દરમિયાન દોડનારી આ ટ્રેનના હોલ્ટ સ્ટેશન વડોદરા, સુરત, વાપી અને બોરીવલી રહેશે, જ્યારે ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કોચ પણ હશે, એવી રેલવેએ જાહેરાત કરી હતી. ઉપરાંત, ટ્રેન અમદાવાદ-જામનગર (નંબર 22925/22926) વંદે ભારત ટ્રેન સેવાને ઓખા સુધી દોડાવવાનો પણ નિર્ણય રેલવેએ લીધો છે.
અમદાવાદથી ઓખા સુધી દોડતી ટ્રેન મંગળવાર સિવાય દરેક દિવસે શરૂ રહેશે અને ઓખાથી અમદાવાદ દરમિયાન દોડતી વંદે ભારત ટ્રેન સેવા બુધવારે બંધ રાખવામાં આવશે. આ વંદે ભારત ટ્રેન માત્ર અમદાવાદ-જામનગર સુધી જ દોડતી હતી પણ હવે તેને ઓખા સુધી વિસ્તરણ કરવામાં આવતા ટ્રેન હવે સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા આ જ સ્ટેશનો પર ખામીને ઓખા પહોંચશે.

અહીં એ જણાવવાનું કે પશ્ચિમ રેલવેમાં હાલ પાંચ વંદે ભારત ટ્રેન દોડાવાય છે, જેમાં ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ-સાબરમતી જોધપુર, અમદાવાદ જામનગર, ઈન્દોર ભોપાલ-નાગપુર, ઉદેપુર-જયપુરનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button