વરલીથી મુંબઈ ઍરપોર્ટ વાયા અન્ડરગ્રાઉન્ડ ટનલથી મિનિટોમાં પહોંચાશે

મુંબઈ: મુંબઈમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. મુંબઈના કોઈ પણ ખૂણેથી એરપોર્ટ સમયસર પહોંચવું મુંબઈગરા માટે માથાનો દુખાવો બની ગયો છે ત્યારે રાજ્ય સરકાર મુંબઈમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો બનાવ્યા બાદ હવે વાહનચાલકો માટે અંડરગ્રાઉન્ડ ટનલનું નેટવર્ક વધારીને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માગે છે.
થાણે-બોરીવલી અને ઓરેન્જ ગેટ-મરિન ડ્રાઈવ બાદ હવે વરલીથી મુંબઈ એરપોર્ટ વચ્ચે વાયા બીકેસી બુલેટ ટ્રેન સ્ટેશન એમ અંડર ગ્રાઉન્ડ રોડ ટનલ પ્રોજેક્ટ હાથ ધરવાની છે. આ અંડરગ્રાઉન્ડ રોડની શક્યતા તપાસવાનું કામ બહુ જલદી શરૂ કરવામાં આવવાનું છે. તે માટે મંગળવારે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા.
આપણ વાંચો: ગોરેગામ-મુુલુંડ લિંક રોડની અંડરગ્રાઉન્ડ ટનલને વન-પર્યાવરણ ખાતાની મંજૂરી
મુંબઈમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ગંભીર થઈ રહી છે. તેની સામે રસ્તાના વિકાસ માટે પૂૂરતી જગ્યા મુંબઈમાં ઉપલબ્ધ નથી. તેથી સરકારે મુંબઈમાં હવે અંડરગ્રાઉન્ડ રોડનું નેટવર્ક ઊભું કરવા માગે છે.
તેનો અભ્યાસ કરવા માટે પાલિકા કમિશનરના નેતૃત્વમાં આઠ સભ્યોની સમિતીની સ્થાપના કરી છે. પાલિકાએ અંડરગ્રાઉન્ડ રોડના પ્લાનિંગ માટે વિગતવાર પ્લાન તૈયાર કરવા માટે સલાહકારની નિમણૂક કરવા માટે ટેન્ડર પ્રક્રિયા અમલમાં મૂકી છે.
આપણ વાંચો: મેટ્રો7A: અંડરગ્રાઉન્ડ ટનલના કામકાજ માટે લેવામાં આવ્યો આ નિર્ણય
બહુ જલદી સલાહકારની નિમણૂક થવાની શક્યતા છે. ઈચ્છુક કંપનીએ ૧૦ ઑક્ટોબરથી છ નવેમ્બર દરમ્યાન ટેન્ડરમાં ભાગ લઈ શકશે. શક્ય એટલું વહેલું ટેન્ર પ્રક્રિયા પતાવીને કામ શરૂ કરવાનું એમએમઆરડીએની યોજના છે.
બીજી તરફ એમએમઆરડીએ દ્વારા થાણે-બોરીવલી, ઓરેન્જ ગેટ-મરીન ડ્રાઈવ બાદ મુંબઈમાં વરલીથી મુંબઈ એરપોર્ટ વાયા બીકેસી અંડર ગ્રાઉન્ડ રોડ બાંધવાનો નિર્ણય લીધો છે. એ સાથે જ ચેંબુરથી બુલેટ ટ્રેન બીકેસી અને બાન્દ્રા રેક્લેમેશનથી બીકેસી એવો અન્ડરગ્રાઉન્ડ રોડ પણ બાંધવામાં આવે એવીશક્યતા છે.