આમચી મુંબઈમહારાષ્ટ્ર

વર્લીમાં થયો હિટ એન્ડ રન કેસ, એકનું મોત

વરલી : વરલી હિટ એન્ડ રન કેસમાં જાણીતા નેતાની મુંબઇ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. અકસ્માત સમયે નેતા તો કારમાં ન હતા, પણ તેમનો પુત્ર અને ડ્રાઇવર સફેદ BMW કારમાં હતો. આરોપી યુવક હજુ ફરાર છે. પોલીસ દ્વારા આરોપી યુવક અને ડ્રાઈવર બંનેની સઘન શોધખોળ કરવામાં આવી રહી છે. બંને સામે કેસ નોંધવામાં આવ્યો છે.

મુંબઈના વરલીમાં આજે રવિવારે સવારે 5.30 વાગ્યાની વચ્ચે એક મોટો અકસ્માત થયો હતો. વરલીના પ્રખ્યાત એટ્રિયા મોલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. આ અકસ્માતમાં એક બાઇક સવારને કારે ટક્કર મારી હતી. અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે પતિ નાસી છૂટ્યો હતો. જો કે અકસ્માત બાદ કારમાં સવાર લોકો ફરાર થઈ ગયા હતા. આ મામલામાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. જે કારમાં અકસ્માત થયો તે પાલઘરમાં જાણીતા નેતાના પુત્ર ચલાવી રહ્યાહોવાનું જાણવા મળ્યું છે. આ સમયે કારમાં તેમનો ડ્રાઈવર પણ હાજર હતો. હવે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ અટ્રીયા મોલ નજીક વરલી કોલીવાડા વિસ્તારમાં રહેતા નાખાવા નામના કોળી દંપતી સવારે માછલીની હરાજી માટે સાસૂન ડોક જવા માટે તેમના ઘરેથી નીકળ્યા હતા. માછલી લઈને બાઇક પર પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની બાઇકને પાછળથી આવતા ફોર વ્હીલરે ટક્કર મારી હતી. દંપતી પાસે ઘણી બધી સામગ્રી અને માછલી હતી. જેના કારણે પતિએ ટુ-વ્હીલર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બંને ફોર વ્હીલરના બોનેટ પર પડ્યા હતા. પતિએ પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને બોનેટ પરથી કૂદી પડયો હતો. જો કે, મહિલા તેમ કરી શકી ન હતી. અચાનક બનેલી આ ઘટનાથી ફોર વ્હીલર ચાલક ગભરાઈ ગયો અને ઇજાગ્રસ્ત મહિલાને ત્યાં જ છોડીને ભાગી ગયો હતો. અકસ્માતમાં પતિનો આબાદ બચાવ થયો હતો. જોકે મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. મહિલાને તાત્કાલિક મુંબઈ સેન્ટ્રલની નાયર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પણ, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker