મળો દુનિયાના સૌથી ધનિક શ્વાનને, સંપતિમાં પ્રાઈવેટ પ્લેન અને યાટ પણ સામેલ…
મુંબઈ: દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની યાદી વિવિધ સંસ્થાઓ દ્વારા બહાર પાડવામાં આવતી હોય છે. અહીં આપણે દુનિયાના સૌથી અમીર શ્વાનની વાત કરવાના છીએ, આ શ્વાન પાસે રૂ.3,300 કરોડની સંપતિ છે. જર્મન શેફર્ડ નસલના શ્વાન ગુંથર-VI વિશ્વનો સૌથી અમીર શ્વાન છે. તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. આ કૂતરા પાસે પ્રાઈવેટ જેટ, યાટ અને BMW કાર જેવી વૈભવી વસ્તુઓ છે. આ ઉપરાંત શ્વાનના આરામ અને દેખભાળ માટે 27 લોકોનો સ્ટાફ પણ નિયુક્ત કરવામાં આવ્યો છે. ખાસ રસોઇયા પણ ગુંથર-VI માટે સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરે છે.
આ શ્વાન પાસેની અઢળક સંપતિ સાથે જોડાયેલી કહાની પણ રસપ્રદ છે. ગુંથર-VI ની સંપત્તિની કહાની 1992થી શરુ થઇ હતી, આ વર્ષે કાર્લોટા લીબેન્સ્ટીન નામની શ્રીમંત મહિલાનું અવસાન થયું હતું. મહિલાએ પોતાની આખી સંપત્તિ ગુંથર-III નામના કૂતરાના નામે ટ્રાન્સફર કરી. ગુંથર- III ની મિલકતની દેખરેખની જવાબદારી તેના ઇટાલિયન મિત્ર મૌરિઝિયો મિયાનને સોંપવામાં આવી હતી. મિયાને કુશળતા પૂર્વક સંપત્તિનું રોકાણ કર્યું, જેના કારણે ગુંથર-VI પાસે આજે અઢળક સંપતિ છે.
કાર્લોટા લિબેન્સ્ટેઇનના પ્રિય પુત્રએ આત્મહત્યા કરી હતી. કાર્લોટાને કોઈ વારસદાર કે નજીકના સંબંધીઓ ન હતા, તેમણે 1992 માં તેમના મૃત્યુ પહેલા એક ટ્રસ્ટની સ્થાપના કરી અને સંપૂર્ણ $80 મિલિયન સંપત્તિ ગૂંથરIIIને સોંપી. ગુંથર-III ગુંથર-VIનો દાદા છે.
ગુંથર-VI ની સંપત્તિમાં ખાનગી વિમાન અને યાટનો સમાવેશ થાય છે. 27 લોકો તેની દેખભાળ માટે કામ કરે છે. રસોઇયા દરરોજ તેનો મનપસંદ અને ખાસ ખોરાક તૈયાર કરે છે.
ગુંથર-VI ની સમૃદ્ધિએ તેને એક આગવી ઓળખ આપી છે. તે વિશ્વનો સૌથી ધનિક શ્વાન છે. અહેવાલો અનુસાર, ગુંથર VI ની મિલકનું સંચાલન ટ્રસ્ટીઓના બોર્ડ દ્વારા કરવામાં આવે છે. ટ્રસ્ટીઓની પાસે ગુંથર VI ના નાણાંનું રોકાણ કરવાની અને તેની સંપત્તિ સમય સાથે વધતી રહે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી છે.