આમચી મુંબઈ

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કેબલ સ્ટેડ પુલનું કામ શરૂ

સાંતાક્રુઝ-ચેંબુર લિંક રોડ એક્સટેન્શન પ્રોજેક્ટને ગતિ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાંતાક્રુઝ-ચેંબુર લિંક રોડ એક્સટેન્શન પ્રોજેક્ટ હેઠળ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપરથી પસાર થનારા કેબલ સ્ટેડ બ્રિજ માટે ઓર્થોટ્રોપિક સ્ટીલ ડેક (ઓએસડી) નાખવાની મહત્ત્વની કામગીરી મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) હાથ ધરવાની છે. ઓએસડી ઊભો કરવાનું કામ અત્યંત પડકારજનક છે. આ રોડ એપ્રિલ, ૨૦૨૪ સુધીમાં લોકો માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે.

સાંતાક્રુઝ-ચેંબુર લિંક રોડ એક્સટેન્શન પ્રોજેક્ટમાં અત્યંત મહત્ત્વના ગણાતા કેબલ સ્ટેડ પુલને વાકોલા નાળા અને પાનબાઈ ઈંટરનેશનલ સ્કૂલ દરમિયાન ઊભો કરવામાં આવશે. આ પુલને ઊભો કરવા માટે ઓર્થોટ્રૉપિક સ્ટીલ ડેકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કૉન્ક્રીટની સરખામણીમાં વજનમાં હલકા અને મજબૂત હોવાથી બાંધકામ પ્રક્રિયા ઝડપથી કરવા માટે આ પ્રોજેક્ટમાં ઓએસડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એમએમઆરડીએના જણાવ્યા મુજબ ઓએસડીના નિર્માણ માટે ઊંચી ગુણવત્તાનું સ્ટીલ વાપરવામાં આવે છે. આ સ્ટીલ પર કાટ લાગે નહીં તે માટે કલર કરવામાં આવે છે અને ઓએસડી લાંબા સમય સુધી ટકી રહેવામાં મદદ મળે છે. આ પુલના ઓએસડી માટે ચાર બાય ૧૦.૫ મીટરના ૫૮ ટુકડા જોડીને ડેક તૈયાર કરવામાં આવવાનો છે. આ તુકડા જોડવા માટે વેલ્િંડગનું કામ વાડામાં ચાલવાનું છે. ઓએસડીના બે ભાગ પુલ પર રાખવાનું કામ હાલ ચાલી રહ્યું હોઈ બાકીના ભાગ રાખવાનું કામ ફેબ્રુઆરી ૨૦૨૪થી ચાલુ થશે. એક વખત આ ડેક પૂર્ણરીતે ઊભો કરવામાં આવ્યા બાદ કેબલને જોડવાનું, કૉન્ક્રીટીકરણ, ડામરીકરણ જેવા કામ ચાલુ કરવામાં આવશે.

સાંતાક્રુઝ-ચેંબુર લિંક રોડના પહેલા તબક્કામાં ઊભો કરવામાં આવનારો આ પુલ વેસ્ટર્ન હાઈવે પરથી પસાર થવાનો હોવાથી આ પુલને કારણે કલિના અને અંધેરી દરમિયાન વાહનવ્યવહાર વધુ સરળ થશે. પુલ ઊભો કરતા સમયે આ વિસ્તારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એમએમઆરડીએ અહીં કેબલ સ્ટેયડ પુલ બાંધવાનો નિર્ણય લીધો હતો. આ પુલ ૨૦૦ મીટર કરતા વધુ લંબાઈનો હોઈ કૉન્ક્રીટ પુલ કરતા કેબલ સ્ટેયડ પુલ બાંધવું વધુ સુવિધાજનક હોવાનો દાવો એમએમઆરડીએ દ્વારા કરવામાં આવ્યો હતો. કેબલ સ્ટેયડ બ્રિજની લંબાઈ લગભગ ૨૧૫ મીટર અને પહોળાઈ ૧૦.૫ મીટરથી ૧૭.૫ મીટરની છે. આ ઓર્થોટ્રોપિક સ્ટીલ ડેકનું વજન લગભગ ૧,૭૮૦ ટન છે. જમીનથી પુલની ઊંચાઈ ૨૨ મીટર છે અને વાકોલા ફ્લાયઓવરથી નવ મીટર ઊંચાઈ પર પુલ બાંધવામાં આવી રહ્યો છે.

સિગ્નલ મુક્ત પ્રવાસ થશે
સાંતાક્રુઝ-ચેંબુર લિંક રોડ એક્સટેન્શન પ્રોજેક્ટ એ મુંબઈ અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચકર પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરવામાં આવ્યો છે, જેની કિંમત લગભગ ૬૭૦ કરોડ રૂપિયા છે. પહેલા ભાગમાં આ પ્રોજેક્ટની લંબાઈ લગભગ ૫.૪૦ કિલોમીટર જેટલી છે. આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ મુંબઈ મહાનગર પ્રદેશમાં વાહનવ્યવહાર વધુ ઝડપી બનશે. આ પ્રોજેક્ટને કારણે ઈસ્ટર્ન અને વેેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેનો પ્રવાસ સિગ્નલ મુક્ત થશે. તે માટે એપ્રિલ, ૨૦૨૪માં આ પ્રોજેક્ટ પૂરો કરવાનો પ્રયાસ એમએમઆરડીએ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker