આમચી મુંબઈ

…અને ટ્રેન પકડવા મહિલાઓએ ધક્કામુક્કી કરીને જીવને જોખમમાં મૂક્યો, Video Viral

મુંબઈઃ વરસાદ વિનાની ઋતુને કારણે આજે મુંબઈમાં મોટી આફત સર્જાઈ હતી. મધ્ય રેલવે (Central Railway)માં સવારના સિગ્નલ ફેઈલ્યોરને ટ્રેનસેવા ખોરવાયા પછી સાંજના ચક્રવાતને કારણે ફરી ટ્રેનસેવા ખોરવાઈ હતી. અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદને કારણે મધ્ય રેલવેની ટ્રેનો સાંજથી ખોરવાઈ હતી. એક પછી એક ટ્રેનો રદ કરવાને કારણે મોટા ભાગના સ્ટેશન પર પ્રવાસીઓ જોરદાર ભીડ ધક્કામુક્કી કરી હતી. થાણેમાં ટ્રેન પકડવા જતા પુરુષોની સાથે મહિલાઓ એકબીજા પર પડવાની સાથે જોરદાર ધક્કામુક્કી થતા સ્ટેમ્પેડ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

થાણેમાં રાતના 7.45 વાગ્યાના સુમારે લોકલ ટ્રેનમાંથી ચડવા અને ઉતરવા માટે મહિલાઓ દોડાદોડી કરી મૂકી હતી. અમુક મહિલા ઉતરતા બીજા પર પડવાની સાથે તેમના પરથી દોડ મૂકી હતી. આ બનાવના સીસીટીવી વાઈરલ થયા પછી લોકોએ રેલવેની ઝાટકણી કાઢી હતી. આ બનાવ થાણેમાં પાંચ નંબરના પ્લેટફોર્મ પર બન્યો હતો.


આ મુદ્દે મધ્ય રેલવેએ ટવિટ કરીને ટ્રેનસેવા પર અસર થવા અંગે સોશિયલ મીડિયા પર પણ જાણ કરી હતી. મેઈન લાઈનમાં બે કલાક પછી 6.45 વાગ્યા પછી સ્લો કોરિડોરમાં ટ્રેનસેવા ચાલુ થઈ હતી. સીએસએમટીથી કલ્યાણ-બદલાપુર-કર્જતની ટ્રેનો એક તબક્કે બંધ કરવાના અહેવાલને લઈ પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો.

આ પણ વાંચો; આવતીકાલે બહાર નીકળતા પહેલાં જોઈ લો Mumbai Local Trainનું Time Table

ડાઉન લાઈનની સ્લો ટ્રેનો કલાક મોડી દોડવાની સાથે ફાસ્ટ ટ્રેનો બંધ પડવાને કારણે પરેલ, દાદર, કુર્લા, ઘાટકોપર સહિત થાણેમાં જોરદાર ભીડ હતી, પણ દર વખતના માફક રેલવેએ આ વખતે શરુઆતમાં કોઈ એનાઉન્સમેન્ટ કરી નહોતી. છેલ્લે છેલ્લે જાહેરાત કર્યા પછી લોકો ડરી ગયા હતા, એમ એક પ્રવાસીએ જણાવ્યું હતું.

લોકોએ રેલવેની ટીકા કરવામાં કોઈ કસર બાકી રાખી નહોતી. એક યુઝરે લખ્યું હતું કે પચાસ વર્ષ પહેલા પણ લોકોને દરવાજે લટકીને પ્રવાસ કરવાની નોબત આવતી હતી. આજે વિકાસ થયા પછી મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસીઓની હાલત ખરાબ છે. મધ્ય રેલવેની હાર્બર લાઈન, મેઈન લાઈન તથા પશ્ચિમ રેલવેની ટ્રેનસેવા પર અસર થઈ હતી. ચક્રવાતને કારણે લોકલ ટ્રેનો પણ મર્યાદિત સ્પીડ દોડાવવામાં આવતી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress