આમચી મુંબઈ

એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક ટિકિટ ચેક કરીને મહિલા ટીસીને ‘રોકસ્ટાર’નું બિરુદ મળ્યું!

મુંબઈ: મુંબઈની લોકલ ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરવાના કિસ્સામાં નિરંતર વધારો થઈ રહ્યો છે, ત્યારે મધ્ય રેલવેમાં એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક ટિકિટ ચેક કરીને મહિલા ટીસીએ નવી સિદ્ધિ મેળવી હતી.

Also read : મંત્રાલયની ‘સેફ્ટી નેટ’માં હવે કોણે પડતું મૂક્યું?

ખુદાબક્ષોને પકડવા માટે પશ્ચિમ રેલવેની જેમ મધ્ય રેલવે પણ ટ્રેનોમાં મોટા પાયે ટિકિટ ચેકિંગ કરી રહી છે. મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનમાં એક મહિલા ટીસીએ પોતાના રેકોર્ડબ્રેક ચેકિંગથી વહીવટીતંત્રનું ધ્યાન ખેંચ્યું છે. રૂબીના અકીબ ઇનામદાર નામની મહિલા ટીસીએ એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ચેકીંગ કર્યું હતું. સોમવાર, 24મી ફેબ્રુઆરીના રોજ ફરજ પર હતી ત્યારે રૂબીનાએ અનિયમિત/ટિકિટ વગરના 150 કેસ શોધી કાઢ્યા હતા. જેના કારણે રેલવેને 45,705 રૂપિયાની આવક થઈ હતી.

સૌથી મોટી વાત એ હતી કે રૂબીનાએ ફર્સ્ટ ક્લાસમાં ટિકિટ વિનાના 57 કેસ પકડ્યા હતા અને તેમની પાસેથી દંડ તરીકે રૂ. 16,430 વસૂલ્યા હતા. મધ્ય રેલવેમાં એક દિવસમાં ટિકિટ ચેકિંગનો રેકોર્ડ બનાવવા બદલ રૂબીનાના કામની પ્રશંસા કરતા તેને ‘રોકસ્ટાર’ ગણાવી હતી અને તેની સિદ્ધિ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી હતી.

સેન્ટ્રલ રેલવેએ રૂબીનાનો ટ્રેનમાં ટિકિટ ચેક કરતો ફોટો પણ શેર કર્યો હતો મધ્ય રેલવે રોજની 1800થી વધુ લોકલ અને લાંબા અંતરની સેંકડો મેલ એક્સપ્રેસ ટ્રેન દોડાવે છે, તેમાંય મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં સેન્ટ્રલ રેલવે દ્વારા સેવાઓનું સંચાલન કરે છે.

મહારાષ્ટ્રમાં મધ્ય રેલવેમાં મુંબઈ, નાગપુર, ભુસાવલ, પુણે અને સોલપુર વિભાગો છે. રૂબીના મુંબઈ ડિવિઝનમાં પોસ્ટેડ છે. સેન્ટ્રલ રેલવેના જણાવ્યા અનુસાર રૂબિના મુંબઈમાં તેજસ્વિનીની બીજી બેચની ટીસી પણ છે.

Also read : મે-જૂનમાં પાણીનો પ્રોબ્લેમ કદાચ ન થાય! 51% સ્ટોક છે

મુંબઈમાં મુસાફરોને મુશ્કેલી મુક્ત, આરામદાયક મુસાફરી પૂરી પાડવા માટે મધ્ય રેલવે દ્વારા મોટા પાયે રેન્ડમ ટિકિટ ચેકિંગ પણ કરે છે, જેથી લોકો ટિકિટ વિના મુસાફરી ન કરે. આમ મુંબઈ ઉપનગરીય લોકલ સેવાઓ, મેલ અને એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો સાથે હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં, ટિકિટ ચેકિંગ દરમિયાન મુસાફરો સાથે ગેરવર્તણૂક અટકાવવા માટે રેલવેએ ટીસીને ફ્રન્ટ કેમેરા આપવાનો નિર્ણય કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button