આમચી મુંબઈ

16 મહિનામાં 5 વખત હાર્ટ એટેક પછી જીવતદાન મળ્યું મહિલાને, જાણો હકીકત!

મુંબઈ: આજકાલ યુવાનોમાં હાર્ટ એટેક આવવાની સમસ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સગીર વ્યક્તિઓને પણ હાર્ટ એટેક આવતા તેમના મોત થયા હોવાના અનેક સમાચારો આપણે સાંભળતા હોઈએ છીએ, ત્યારે તાજેતરમાં મુંબઈનો એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે. મુલુંડના રહેવાસી 51 વર્ષીય મહિલાને 16 મહિનામાં પાંચ વખત હાર્ટ એટેક આવ્યા પછી પણ જીવતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

વાત અહીંથી અટકી નથી, પરંતુ આટલી વખત એટેક આવ્યા પછી મહિલા જીવતા રહ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમના જોરદાર મહેનત પણ કરી હતી. આધેડ વયના મહિલા (સુનીતા નામ બદલવામાં આવ્યું છે) પર પાંચ સ્ટેંટ લગાવ્યા હતા, જ્યારે છ વખત એન્જિયોપ્લાસ્ટી અને એક કાર્ડિયાક બાયપાસ સર્જરી પણ કરી હતી. આ મહિલાને ડિસેમ્બર મહિનાની પહેલી અને બીજી ડિસેમ્બર વચ્ચે પણ હાર્ટ એટેક આવ્યા હતા. મહિલાએ તેની આ વિચિત્ર બીમારી વિશે જણાવતા કહ્યું કે મારી સાથે શું ખોટું થઈ રહ્યું છે કે મને વારંવાર એટેક આવે છે. હજુ પણ તેને ડર રહે છે કે ત્રણ મહિના પછી પણ નવો બ્લોકેજ થશે તો શું થશે?

આ અંગે તેમણે કહ્યું હતું કે સૌથી પહેલી વખત સપ્ટેમ્બર 2022માં એટેક આવ્યો હતો. ત્યાર બાદ તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ હોસ્પિટલમાં તેની હૃદય રોગ નિષ્ણાત ડોક્ટર દ્વારા એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ કરી હતી. મહિલાની આ બીમારી ડોક્ટરો માટે પણ રહસ્ય બની છે. હાર્ટ એટેક નિષ્ણાત ડોક્ટરે જણાવ્યું હતું કે આ એક વેસ્ક્યુલાટીસ જેવી એક ઓટો-ઇમ્યુન બીમારી હોય શકે છે, જેમાં શરીરની રક્તવાહિનીઓમાં સોજો આવી જાય છે જેને કારણે લોહીનો પ્રવાહ ધીમો થઈ જાય છે. પણ તબીબો દ્વારા ડાયગ્નોસિસ કરાવ્યા પછી પણ આ હાર્ટ એટેક પાછળનું કારણ જાણવા મળ્યું નથી.

મહિલાએ જણાવ્યું હતું કે દર થોડાક મહિનામાં તેને હાર્ટ એટેક આવે છે સાથે જ તેને ડાયાબિટીસ, હાય હાઇકોલેસ્ટ્રોલ અને વધુ વજન જેવી બીમારીઓ પણ છે. ડોક્ટરે આ મહિલાને અનેક ઇન્જેક્શન અને દવાઓ આપી તેની ડાયાબિટીસ અને હાઇ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં આવ્યું છે અને તેમના વજન જે પહેલા 107 કિલો હતું તે 30 કિલો જેટલું ઘટી ગયું છે.

આ કોઈ સાધારણ બાબત નથી. આ મહિલાના હૃદયમાં જુદી જુદી જગ્યાએ બ્લોકેજ આવ્યા હતા. આ મહિલાની 90 અને 99 ટકા આર્ટરીમાં બ્લોકેજ આવતા તેમને હાર્ટ એટેક આવ્યા હતા. આટલા એટેક આવ્યા છતાં જીવતા છે, એટલે તેઓ ભાગ્યશાળી છે. હાર્ટ એટેક આવતી વખતે તેમના હૃદયમાં પૂરતો ઑક્સિજન પહોંચતો નહોતો. આ મહિલા પર આઠ અલગ અલગ પ્રકારના ઓપેરેશન થયા હોવા છતાં તેમનું હાર્ટ ઈન્જેક્શન ફ્રેક્શન 45 ટકા છે, જે સારી બાબત હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button