આમચી મુંબઈ

મહિલાએ પિતરાઈ ભાઈઓને છેતરીને ₹ ૧૦૦ કરોડની સંપત્તિ વેચી

મુંબઇ: મુંબઈમાં પોલીસે એક મહિલાની ધરપકડ
કરી છે જેણે પરિવારના સભ્યોને જાણ કર્યા વિના
રૂ. ૧૦૦ કરોડમાં કુટુંબની સંયુક્ત મિલકત વેચી દીધી હતી. જ્યારે મહિલા તે મિલકતના માત્ર એક ભાગની હકદાર હતી. આરોપી મહિલાની ઉંમર ૫૮ વર્ષની છે અને તેે તેના સગા ભાઈઓ સાથે મળીને પિતરાઈ ભાઈઓની સંયુક્ત મિલકત ડેવલપરને વેચી દીધી હતી. મુંબઈ પોલીસ આ કેસમાં તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ આરોપી મહિલાએ અગાઉ પણ આ સંયુક્ત મિલકત એક ડેવલપરને વેચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સોદો નિષ્ફળ ગયો હતો. આ મિલકત મધ્ય મુંબઈમાં છે જ્યાં મિલકતની કિંમતો ખૂબ ઊંચી છે. મિલકતમાં ત્રણ ભાડાની ઇમારતો છે. આરોપી મહિલાની મૈસુરની એક હોટેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

જાણો શું છે કેસ?

સમગ્ર કેસમાં ફરિયાદી મોહંમદ અયાઝ જાફર કાપડિયાએ મુંબઈના એનએમ જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. આઇપીસીની કલમ ૪૨૦, ૪૨૩, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. કેસ મુજબ અબ્દુલ રહીમ લતીફ કાપડિયા, અમીના ઉસ્માન દાદા, આબિદા જાફર ઈસ્માઈલ, મલિક લતીફ કાપડિયા અને અબ્દુલ અઝીઝ લતીફ કાપડિયાને આરોપી બનાવવામાં આવ્યા છે.

ફરિયાદી અને આરોપી પિતરાઈ ભાઈ – બહેન છે. કહેવાય છે કે બંને પક્ષના પિતા સગા ભાઈ હતા. તેની પાસે કરોડોની સ્થાવર મિલકત હતી પરંતુ તેમને તેના માટે વિલ બનાવ્યું ન હતું. બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. બંને ભાઈઓના અવસાન પછી ફરિયાદી અને આરોપી નિયમ મુજબ તે મિલકતમાં પચાસ ટકા હિસ્સેદાર બન્યા. પરંતુ જ્યારે ફરિયાદ પક્ષને ખબર પડી કે આરોપીઓએ કોઈ પણ પ્રકારના પાર્ટીશન વિના મિલકત ડેવલપરને વેચી દીધી છે. તેણે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. જે બાદ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.

લગભગ બે એકરમાં ફેલાયેલી આ જગ્યા લોઅર પરેલમાં છે, જે મધ્ય મુંબઈમાં મુખ્ય સ્થાન પર સ્થિત છે. સમગ્ર વિસ્તાર હવે બિઝનેસ હબમાં ફેરવાઈ ગયો છે. અહીં ત્રણ ઈમારતો છે. જેમાં ભાડૂતો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં ફરિયાદી આબિદાનો પિતરાઈ ભાઈ અયાઝ કાપડિયા છે. અયાઝે ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે તેની સાથે છેતરપિંડી થઈ છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપી અમીના અને તેના બે ભાઈઓ રહીમ અને મલિકને પૈસાની જરૂર હતી, તેથી તેઓએ ડેવલપર સાથે ગુપ્ત રીતે કરાર કરવાનું કાવતરું ઘડ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker