આમચી મુંબઈ

કોવિડમાં લોકો મરણ પામી રહ્યા હતા અને આ લોકો પૈસા ખાઈ રહ્યા હતા

નામ લીધા વિના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો ઠાકરે પિતા – પુત્ર પર ગંભીર આરોપ

નાગપુર: ‘કોવિડ કાળમાં લોકો મૃત્યુ પામી રહ્યા હતા અને આ લોકો પૈસા ખાઈ રહ્યા હતા’ એવો ગંભીર આરોપ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેનું નામ લીધા વિના કર્યા છે. શ્રી શિંદેએ વધુમાં જણાવ્યું હતું કે ‘કાલ્પનિક દર્દી, કાલ્પનિક ડૉક્ટર દેખાડવામાં આવ્યા હતા. મારું કુટુંબ એ જ મારી જવાબદારી એવું જણાવી અમુક લોકો ઘેર બેઠા નંબર વન મુખ્ય પ્રધાન બની ગયા હતા.’ આ ઉપરાંત ‘ઈંડિયા’ મોરચાના વરિષ્ઠ નેતાગણ બેઠકોની ફાળવણી મુદ્દે દિલ્હીમાં વ્યસ્ત હોવાને કારણે તેમજ દિશા (સાલિયાન) પ્રકરણમાં અગાઉ જ દિશાહીન થયેલા વિરોધ પક્ષોની નાવ વધુ ડગમગવા લાગી છે એવી ટીકા મુખ્ય પ્રધાન શિંદેએ કરી હતી. મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે જળયુક્ત શિવાર
યોજના અભરાઈ પર ચડાવી ખેડૂતોના જીવન સાથે રમત રમવાનું કામ મહાવિકાસ આઘાડીએ કર્યું છે. માત્ર બદલાની ભાવનાને કારણે મહારાષ્ટ્રના મહત્ત્વના પ્રોજેક્ટ રાખડી પડ્યા. આ લક્ષણ ગુણી રાજકર્તાના નથી. સત્તાના સૂત્રો અમારા હાથમાં આવ્યા અને એફડીઆઈ રોકાણમાં ફરી રાજ્ય પ્રથમ ક્રમાંક પર આવી ગયું. મેટ્રો, કાર શેડ, સમૃદ્ધિ, બુલેટ ટ્રેન, સી લિંક, મિસિંગ લિંક, કોસ્ટલ રોડ જેવી પાયાની સુવિધાનો યુ ટર્ન બંધ કરવામાં આવ્યું હોવાનું તેમનું કહેવું હતું. અધિવેશનના અંતિમ દિવસે સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button