શિયાળામાં પ્રદૂષણનું પ્રમાણ રોકવા સુધરાઈ ફરી કમર કસી
લાકડા બાળવા અને તાપણું કરનારા સામે કાર્યવાહી કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં હજી શિયાળાનું આગમન થયું નથી પણ એ પહેલા જ મુંબઈગરાએ ગયા અઠવાડિયામાં વહેલી સવારના ધુમ્મસભર્યા વાતાવરણનો અનુભવ કર્યો હતો. ગયા અઠવાડિયામાં હવાની ગુણવત્તા પણ કથળી ગઈ હતી. સામાન્ય રીતે ચોમાસા પછી પવનોની પેટર્ન બદલાતી હોય છે. તેથી આગામી દિવસોમાં વાયુ પ્રદૂષણને ઘટાડવા માટે સુધરાઈ પ્રશાસને આગામી અઠવાડિયાથી મુંબઈના ૨૪ પ્રશાસકીય વોર્ડમાં તમામ ક્ધસ્ટ્રક્શન સાઈટ પર ઈન્સ્પેકશન કરવા માટે સ્પેશિયલ સ્કવોડને સક્રિય કરવાનો આદેશ આપ્યો છે. એ સાથે જ હવાની ગુણવત્તા વધુ બગડે નહીં તે માટે ક્ધસ્ટ્રકશન સાઈટ પર રસોઈ કરવા માટે અને ઠંડીથી બચવા માટે બળતણ તરીકે લાકડા સહિત અન્ય સામગ્રીને બાળે નહીં તેના પર નજર રાખવાનો પણ નિર્દેશ અધિકારીઓને આપવામાં આવ્યો છે.
| Also Read: એકનાથ શિંદેના ઘરે પહોંચ્યો સલમાન ખાન, ગણેશજીના દર્શન કર્યા તેની તસવીરો થઇ વાઇરલ
વાતાવરણમાં થઈ રહેલા ફેરફારને કારણે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (મુંબઈ શહેર અને ઉપનગર)મા હવાની ગુણવત્તાને અસર થવાથી વાયુ પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા સુધાઈ અગાઉ ૨૭ મુદ્દાઓ સાથેની ગાડઈલાઈન અમલમાં લાવી ચૂકી છે જેમાં બાંધકામ સંબંધિત બાબતોનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં શિયાળામાં વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં રાખી શકાય તે માટે સુધરાઈ કમિશનર ભૂષણ ગગરાણીએ સોમવારે અધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં વાયુ પ્રદૂષણ માટે કારણભૂત રહેલા નાનાં મોટાં ઘટકો પર ધ્યાન આપવાનમાં આવવાની સૂચના આપી હતી, જેમાં ક્ધસ્ટ્રક્શન સાઈટ પર રસોઈ કરવા માટે બળતણ તરીકે લાકડા અને તેના જેવી સામગ્રીને બાળવા અને વાયુપ્રદૂષણનુંં કારણ બને તેવા તાપણાં (બોનફાયર)ને રોકવા માટે પગલાઁ લેવાનું પણ કહેવામાં આવ્યુ હતું.
કમિશનરે તમામ ૨૪ પ્રશાસકીય વોર્ડના ઉચ્ચ અધિકારીઓ, બિલ્િંડગ પ્રપોઝલ વિભાગના અધિકારીઓ સાથે કરેલી મીટિંગમાં ક્ધસ્ટ્રકશન સાઈટ પર વાયુ પ્રદૂષણ ઘટાડવાના પગલાના અમલીકરણ પર નિયમિતપણ દેખરેખ રાખવાની સૂચના આપી હતી. વધુમાં દરેક વોડમાં એક સ્પેશિયલ ટીમ બનાવાની સૂચના આપી હતી, જેમાં બે વોર્ડ એન્જિનિયર, એક પોલીસ અધિકારી, એક માર્શલ અને એક વાહન હશે. દરેક ટીમનુ નેતૃત્વ સંબંધિત વોર્ડના ઉચ્ચ અધિકારી દ્વારા કરવામાં આવશે. ટીમની સંખ્યા વોર્ડના કદના આધારે નક્કી કરવામાં આવશે. નાના વોર્ડમાં બે ટીમ હશે અન્ે મધ્યમ વોર્ડમાં ચાર ટીમ હશે. તો મોટાં વોર્ડમાં છ ટીમ હશે.
નોંધનીય છે આ અગાઉ વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે સુધરાઈ ૨૭ ગાઈડલાઈન બહાર પાડી હતી, જે મુજબ ક્ધસ્ટ્રશન અને ઈન્ફ્રાસ્ટ્રકટર સાઈટ પર આજુબાજુમાં ધાતુની શીટ ઊભી કરવાની, બાંધકામ હેઠળની તમામ ઈમારતોને લીલા કપડા, જ્યુટશીટ અથવા તાડપત્રીથી કવર કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમ જ ડિમોલિશન દરમિયાન સતત પાણીનો છંટકાવ કરવાનું પણ ફરજિયાત રહેશે. વધુમાં સીસીટીવી ઈન્સ્ટોલેશન જરૂરી કરવામાં આવ્યું છે.
| Also Read: મહારાષ્ટ્ર એસટીના પ્રવાસીઓ વધ્યા પણ ‘આ’નું જોખમ વધ્યું
આ ગાઈડલાઈનનું પાલન કરવામાં નિષ્ફળ રહેલી ક્ધસ્ટ્રકશન સાઈટને નોટિસ મોકલવામાં આવે છે અને તેમની સાઈટને પણ સીલ કરવામાં આવે છે. આવશ્યક પગલા અમલમાં મૂકે નહીં ત્યાં સુધી સ્ટોપ વર્કની નોટિસ પણ આપવામાં આવતી હોય છે.