આમચી મુંબઈ

મુંબઈમાં શિયાળાની દસ્તક પારો @ ૧૯

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરા છેલ્લા બે દિવસથી હળવી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. મુંબઈમાં ગુરુવારે લઘુતમ તાપમાનનો પારો ૧૯.૭ ડિગ્રી નોંધાયો હતો. શિયાળાની મોસમમાં પહેલી વખત તાપમાનનો પારો ૨૦ ડિગ્રીની નીચે નોંધાયો હતો.

મુંબઈમાં અઠવાડિયાની શરૂઆતમાં વરસાદ પડવાની સાથે જ વાદળિયું વાતાવરણ રહ્યું હતું. હળવા વરસાદ પડ્યા બાદ વાતાવરણમાં ઠંડક વ્યાપી ગયા બાદ તાપમાન ફરી થોડું ઉપર ગયું હતું. જોકે બુધવારના સાંજથી મુંબઈમાં હળવા ઠંડા પવનો ફૂંકાવાની સાથે જ તાપમાન પારો નીચે ઉતરવાનું શરૂ થયું હતું. ગુરુવારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનની સાથે જ લઘુતમ તાપમાન પણ નીચે ઉતરી ગયું હતું અને દિવસ દરમિયાન સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો ૧૯.૭ ડિગ્રી નોંધાયો હતો. મુંબઈમાં સામાન્ય રીતે ડિસેમ્બર મહિનાથી સત્તાવાર રીતે શિયાળાનો આરંભ થાય છે અને ફેબ્રુઆરી સુધી હળવી ઠંડી અનુભવા મળે છે. નવેમ્બર મહિનાને ટ્રાન્ઝિશનનો મહિનો ગણવામાં આવે છે. નવેમ્બરમાં ગરમીની સાથે જ હળવી ઠંડી પણ રહેતી હોય છે.

ગુરુવારે હવામાન ખાતાના જણાવ્યા મુજબ સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન ૧૯.૭ ડિગ્રી તો કોલાબામાં ૨૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતા બે ડિગ્રી ઓછું હતું. દિવસના મહત્તમ તાપમાનમાં પણ હળવો ઘટાડો જણાયો હતો. કોલાબામાં મહત્તમ તાપમાન ૩૦.૨ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૩૧.૫ ડિગ્રી રહ્યું હતું.

હવામાન ખાતાએ મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ માટે એકથી ચાર ડિસેમ્બર માટે કરેલી આગામીમાં જણાવ્યું હતું કે આ દિવસ દરમિયાન વાતાવરણ શુષ્ક રહેશે. નિષ્ણાતોના મતે અઠવાડિયાના અંત સુધીમાં લઘુતમ તાપમાનમાં ફરી એકથી બે ડિગ્રીનો વધારો થશે. વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ બાદ ઉત્તર-પશ્ર્ચિમી પવનોએ મહત્તમ અને લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. મહત્તમ તાપમાન જે છેલ્લા અનેક દિવસોથી ૩૫ ડિગ્રીની આસપાસ રહેતું હતું કે ઘટીને ૩૧ ડિગ્રીની આસપાસ થઈ ગયું છે. તો લઘુતમ તાપમાન જે લગભગ ૨૩ ડિગ્રીની આસપાસ રહેતું હતું તે ૨૦ ડિગ્રી સુધી નીચે આવી ગયું છે.

આ દરમિયાન મુંબઈનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ ૯૪ નોંધાયો હતો. મુંબઈમાં કમોસમી વરસાદ પડ્યા બાદ મુંબઈમાં પ્રદૂષણનું સ્તર ઘટી ગયું હતું અને એક્યુઆઈ ૪૭ સુધી નોંધાયો હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત