વાઇન શોપનું લાઇસન્સ મેળવી આપવાના બહાને ત્રણ સાથે રૂ. 1.92 કરોડની ઠગાઇ
થાણે: વાઇન શોપનું લાઇસન્સ મેળવી આપવાના બહાને ત્રણ જણ સાથે રૂ. 1.92 કરોડની ઠગાઇ આચરવા બદલ નવી મુંબઈના રહેવાસી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ડોંબિવલીમાં રહેનારી ત્રિપુટીને છેતરવા બદલ થાણે જિલ્લાની ભિવંડી પોલીસે નવી મુંબઈના ઉલવે ખાતે રહેતા અમોલ શહાજી પાટીલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
આરોપીએ જુલાઇ, 2021માં ત્રિપુટીનો સંપર્ક સાધ્યો હતો અને પોતાની ઓળખ મંત્રાલયના કર્મચારી તરીકે આપી હતી અને તે બે વાઇન શોપનું લાઇસન્સ મેળવી આપી શકે છે, એવું તેમને જણાવ્યું હતું. તેણે સ્ટેટ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયા હોવાનું દર્શાવતા હસ્તાક્ષરવાળા દસ્તાવેજો પણ બતાવ્યા હતા.
આ પણ વાંચો : મુંબઈનાં આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મોડી રાતના ભીષણ આગ
તેણે જૂન, 2021થી ડિસેમ્બર, 2023 દરમિયાન ત્રિપુટી પાસેથી રૂ. 1.92 કરોડ લીધા હતા અને વાઇન શોપના લાઇસન્સની કોપી આપી હતી. જે થાણે જિલ્લા કલેક્ટર અને એક્સાઇઝ વિભાગ દ્વારા જારી કરવામાં આવી હોવાનો તેણે દાવો કર્યો હતો.
દરમિયાન પોતે છેતરાયા હોવાનું ધ્યાનમાં આવતાં ત્રણેય જણે શાંતિનગર પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને પાટીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પાટીલ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ