કોસ્ટલ રોડ કે સાઈડ ઈફેક્ટઃ …તો ચોમાસામાં મુંબઈમાં પાણી નહીં ભરાય…
મુંબઈ: ચોમાસામાં મુંબઈમાં હંમેશાં પૂરનું જોખમ રહેતું હોય છે એવો કોસ્ટલ રોડ એ આ વખતે કોસ્ટલ રોડના પ્રોજેક્ટને કારણે ટળશે. સાડાઆઠ કિલોમીટર લંબાઈની કોસ્ટલ સંરક્ષણ દીવાલનું બાંધકામ પૂરું થઇ ગયું છે. આ પ્રોજેક્ટમાં 14 ફ્લડ ગેટ પણ ઊભા કરવામાં આવ્યા છે. આ ફ્લડ ગેટ પૈકી માત્ર ત્રણ ગેટનું કામ બાકી છે અને એ કામ પણ એપ્રિલ, 2025 સુધીમાં પૂરું થઇ જશે. આને કારણે આ વર્ષે ચોમાસાામાં શહેરી વિસ્તારોમાં ગેટનો ફાયદો મળશે.
દર વર્ષે ચોમાસામાં મુંબઈ સમુદ્રમાં ફેરવાઈ જતું હોય છે. આમાં સમુદ્રની ભરતી હોવાથી સમુદ્રનું પાણી શહેરમાં આવી જતાં વધુ જોખમ ઊભું કરે છે. ભરતીને કારણે નાળાં પણ ભરાઈને વહેવા લાગતાં હોય છે. આ માટે મુંબઈમાં અમુક વિસ્તારોમાં આવેલા ગેટને બંધ કરી દેવામાં આવતા હોય છે. તેમ છતાં આ ગેટ અપૂરતા જ જણાતા હોય છે.
Also read: કોસ્ટલ રોડ પાલઘર સુધી: એકનાથ શિંદે
જોકે મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ અંતર્ગત આ સમસ્યા પર પણ હવે ઉપાય શોધી કાઢવામાં આવ્યો છે. કોસ્ટલ રોડ મરીન ડ્રાઈવથી બાંદ્રા વરલી સી લિંક એમ 10.85 કિ.મી. લાંબો છે. કોસ્ટલ રોડમાં 14 ફ્લડ ગેટ બેસાડવામાં આવ્યા છે. એ પૈકી 11 ગેટનું કામ પૂરું થઇ ગયું છે. કોસ્ટલ રોડ સમુદ્રને અડીને જ હોવાથી આ પ્રોજેક્ટ અંતર્ગત આ સુવિધાનો એમાં સમાવેશ થયેલો છે. આ તમામ કામો મે, 2024માં પૂરાં કરવામાં આવવાનાં હતાં. જોકે ટેક્નિકલ ખામીને કારણે આખરી મુદત ચૂકી જવાઈ હતી. ફ્લડ ગેટના માધ્યમથી સમુદ્રનાં પાણી ભરતીના સમયમાં રોકવા માટે સ્વયંસંચાલિત પદ્ધતિઓનું મેકેનિઝમ છે.