આમચી મુંબઈ

મલાડમાં પત્નીનું ગળું ચીરી પતિનું પોલીસ સમક્ષ આત્મસમર્પણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલાડમાં નજીવા મુદ્દે થયેલા ઝઘડામાં ચાકુથી પત્નીનું ગળું ચીર્યા પછી પોલીસ સ્ટેશને પહોંચી પતિએ આત્મસમર્પણ કર્યું હતું.

માલવણી પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ ઈન્તેફાક ઈદ્રિસ અન્સારી તરીકે થઈ હતી. માલવણીના અંબુજવાડી પરિસરમાં રહેતા અન્સારીએ શનિવારના વહેલી સવારે છ વાગ્યે પોલીસ સ્ટેશન પહોંચી ઘરમાં બનેલી ઘટનાની જાણ કરી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર આરોપીનો પત્ની આયેશા શેખ (23) સાથે નજીવી બાબતે ઝઘડો થયો હતો. ગુસ્સામાં આરોપીએ પત્નીના ગળા પર ચાકુ ફેરવી દીધું હતું. લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ આયેશા જમીન પર ફસડાઈ પડી હતી.

પોલીસ સ્ટેશને પહોંચેલા આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તેણે પત્નીના ગળા પર ચાકુથી ઘા કરતાં તે ગંભીર રીતે ઘવાઈ છે. પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ કરતાં આયેશા મૃત્યુ પામી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શતાબ્દી હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button