થાણેમાં પતિની હત્યાનું કાવતરું ઘડવા બદલ પત્નીની ધરપકડ: પ્રેમી ફરાર | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

થાણેમાં પતિની હત્યાનું કાવતરું ઘડવા બદલ પત્નીની ધરપકડ: પ્રેમી ફરાર

થાણે: થાણેમાં અનૈતિક સંબંધ ધરાવતી મહિલાએ તેના પતિની હત્યાનું કાવતરું ઘડ્યા બાદ પ્રેમી સાથે મળી તેની મારપીટ કરીને ખાડીમાં ફેંકી દીધો હતો. જોકે પતિનો ચમત્કારિક રીતે બચાવ થયા બાદ ભાંડો ફૂટ્યો હતો. પોલીસે મહિલાની ધરપકડ કરી હતી, જ્યારે તેના પ્રેમી સહિત ત્રણ જણની શોધ ચલાવવામાં આવી રહી છે.

થાણેના કાપુરબાવડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 43 વર્ષના ફરિયાદીનાં લગ્ન આરોપી મહિલા સાથે 2013માં થયાં હતાં. દંપતીને સંતાન પણ છે. આમ છતાં તેની પત્નીના અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધ હતા, જેની જાણ થતાં ફરિયાદીએ તેનો વિરોધ કર્યો હતો. આથી આરોપી મહિલાએ હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

22 સપ્ટેમ્બરે મધરાતે આરોપીએ તેના પતિને બાળકુમ વિસ્તારમાં બોલાવ્યો હતો, જ્યાં પ્રેમી તથા અન્ય બે જણે બેરહેમીથી તેની મારપીટ કરી હતી. આરોપીઓ તેને બાદમાં મુંબ્રા લઇ ગયા હતા, જ્યાં તેને ખાડીમાં ફેંકી દીધો હતો.

જોકે પાણીમાં તણાઇ ગયા બાદ એક થાંભલો આવતાં તેણે તેને પકડી લીધો હતો. ત્યાર બાદ સ્થાનિકોૃમાછીમારોએ તેને બચાવી લીધો હતો અને તેને પાલિકા સંચાલિત કલવાની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ડિસ્ચાર્જ મળ્યા બાદ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button