રોહિત પવારને અડધી રાતે શાની મળી નોટિસ?
બારામતી: બારામતીમાં આવેલ બારામતી એગ્રો પર રાત્રે બે વાગ્યે મહારાષ્ટ્ર પ્રદૂષણ વિભાગે કાર્યવાહી કરી છે. આ અંગે રોહિત પવારને રાત્રે 2 વાગ્યે નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં 72 કલાકમાં પ્લાન્ટ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. રોહિત પવારે જાતે આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદ પવાર જૂથના વિધાનસભ્ય રોહિત પવારે ટ્વીટ કર્યું છે કે, બે મોટા નેતાઓના કહેવા પર મનમાં દ્વેષ રાખીને અડધી રાતે એક સરકારી વિભાગના માધ્યમથી મારી કંપનીના એક વિભાગ પર કાર્યવાહી કરવામાં આવી છે.
યુવા મિત્રોને એક જ વાત કહેવા માંગુ છું કે, સંઘર્ષ કરતી વખતે કોઇ પણ વાતનું સ્ટેન્ડ લેતી વખતે અનેક મૂશ્કેલીઓનો સામનો કરવો જ પડે છે. હું બોલું છું કોઇ પણ વાતમાં સ્ટેન્ડ લઉ છું તેથઈ મને મૂશ્કેલીમાં મૂકવાના પ્રયત્નો થઇ રહ્યાં છે. પણ મૂશ્કેલીઓ આવે એટલે પ્રયાસો બંધ ન કરવા જોઇએ. ક્યારેય નિષ્ઠા ન બદલવી જોઇએ. અને એ જ મરાઠી માણસની ખાસીયત છે. એમ રોહિત પવારે ટ્વીટ કર્યું છે.
રોહિત પવારે કહ્યું કે, હું આ લડાઇ લડવાનો જ છું, પણ જેમના કહેવા પર મારી ઉપર કાર્યવાહી થઇ રહી છે તેમને એક જ વાત કહેવા માંગુ છું કે, હું પહેલાં બિઝનેસ કરતો હતો અને પછી રાજકારણમાં આવ્યો છું. જોકે પહેલાં રાજકાણરમાં આવી અને પછી બિઝનેસ કરી લાખો કમાવનારા ઘણાં છે. તેથી આ નેતાઓની અપેક્ષા મુજબનું કંઇ નહીં કરી શકે. અને એમનું દ્વેષનું રાજકારણ આજની યુવા પેઢીને માન્ય નથી.
આપણે સત્યની બાજુએ છીએ અને માત્ર રાજકીય બદલો લેવા આ કાર્યવાહી કરવામાં આવી છે. તેથી મારી કંપનીના કર્મચારીઓ અને તેમના પરિવારોને ચિંતા કરવાની જરુર નથી. મારા જન્મદિવસ નિમિત્તે ગીફ્ટ આપવા બદ્દલ હું સરકારનો આભારી છું. પણ રાજ્યના યુવાનો અને જનતા સરકારને રિટર્ન ગીફ્ટ આપશે એની મને ખાત્રી છે. ભલે, હશે. સામાન્ય લોકોના કામો માટે મહિના બે મહિના લગાવનારી સરકારી વ્યવસ્થા આ બે નેતાઓના કહેવા પર મારી પર કાર્યવાહી કરવા માટે એકદમ તત્પર છે. જેનો મને આનંદ છે. આ આખી પ્રક્રિયામાં હું સરકારી અધિકારીઓને દોષી ગણતો નથી. કાયદા પર મારો પૂર્ણ વિશ્વાસ છે. સત્યના આધારે કોર્ટમાં મારી લડાઇ ચાલુ રહેશે. એમ રોહિત પવારે કહ્યું હતું.