તારીખ પે તારીખ…: ચીફ જસ્ટિસ કેમ મહારાષ્ટ્રના વિધાનસભાના અધ્યક્ષ પર ગુસ્સે ભરાયા? કહી દીધી આ વાત
નવી દિલ્હીઃ શિવસેનાના 16 વિધાનસભ્યોના અપાત્ર ઠેરવવા પ્રકરણે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડ, ન્યાયાધીશ જે. બી. પાર્ડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની બેન્ચ સામે સુનાવણી કરવામાં આવી હતી. ઠાકરે જૂથ તરફથી કપિલ સિબ્બલે પક્ષ રજૂ કર્યો હતો અને તેમણે સુનાવણી માટે તારીખ નિશ્ચિત કરવાની માગણી કરી હતી.
ચીફ જસ્ટિસ ત્રણ અઠવાડિયા બાદ સુનાવણી કરવામાં આવશે એવા સંકેત આપ્યા હતા. આ સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ વિધાન સભા અધ્યક્ષની કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી. આગામી અઠવાડિયામાં સુનાવણી કરીને બે અઠવાડિયામાં કોર્ટમાં અહેવાલ રજૂ કરવાનો આદેશ પણ ચીફ જસ્ટિસ આપ્યો હતો.
ઠાકરે જૂથ દ્વારા પક્ષ રજૂ કરતી વખતે આજ દિવસ નોટિસ પણ આપવામાં આવી નથી. દસમાં પરિશિષ્ઠ ભૂલી જવામાં આવ્યો છે કે કેમ એવો સવાલ પણ કપિલ સિબ્બલ ઉપસ્થિત કર્યો હતો. અમે 15મી મે, 2023, બીજી જૂનના પણ દાદ માગવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ચોથી જુલાઈના રોજ રિટ પિટીશન દાખલ કરવામાં આવી હતી. 14મી જુલાઈના રોજ નોટિસ આપવામાં આવી હતી. આ પ્રકરણે 14મી સપ્ટેમ્બરના વિધાનસભા અધ્યક્ષે કાર્યવાહી હાથ ધરી. જ્યારે અમે વિધાનસભા અધ્યક્ષ પાસે ગયા ત્યારે તેમણે દરેક વિધાન સભ્યએ 100 જવાબ આપ્યા હોવાનું જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે આ પ્રકરણે આદેશ આપવો જોઈએ, એવી દલીલ કપિલ સિબ્બલે કરી હતી.
વિધાનસભા અધ્યક્ષ વતી અમે પ્રક્રિયા અનુસાર માહિતી અને નિયમોનું પાલન કરી રહ્યા છીએ, એવું કહેવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ત્યાર બાદ વિધાનસભા અધ્યક્ષને 11મી મેના ચૂકાદા બાદ શું કર્યો એવો સવાલ પણ કર્યો હતો. વિધાનસભા અધ્યક્ષે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો આદર કરવો જોઈતો હતો. 11મી મે પછી કેટલાય મહિના થઈ ગયા અને તેમ છતાં માત્ર નોટિસ આપવામાં આવી હતી.
બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ ચીફ જસ્ટિસ વિધાનસભા અધ્યક્ષને પણ તાત્કાલિક આ પ્રકરણે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. આવતા અઠવાડિયે સુનાવણી કરો અને બે અઠવાડિયામાં શું કાર્યવાહી કરી એનો અહેવાલ રજૂ કરો, એવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.
ૉ