વ્યાજદર ઘટ્યા ન હોવા છતાં ઓટો, રિઅલ્ટી અને બેન્ક શેરોમાં તેજી કેમ આવી?
નિલેશ વાઘેલા
મુંબઈ: સામાન્ય આરબીઆઇ જ્યારે વ્યાજદરમાં ઘટાડો કરે ત્યારે ઓટો, રિઅલ્ટી અને બેન્ક જેવા રેટ સેન્સિટીવ શેરોમાં તેજી આવતી હોય છે, કારણ કે તેમને માટે તાત્કાલિક લાભની સંભાવના વધી જાય છે. જોકે, સતત દસમી વખતે રિઝર્વ બેન્કે વ્યાજદર યથાવત રાખ્યા હોવા છતાં આ શેરોમાં તેજી આવી છે.
વાસ્તવમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના નાણાકીય નીતિના વલણને બદલી તટસ્થ જાહેર કર્યુે હોવાથી આગામી નાણાંકીય નીતિમાં મધ્યસ્થ બેન્ક વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે એવી અપેક્ષા વચ્ચે બુધવારે ઓટો, રિયલ્ટી અને બેંક જેવા વ્યાજ દર-સંવેદનશીલ શેરોમાં તેજી જોવા મળી હતી.
ઓટો કંપનીઓમાં ટાટા મોટર્સ ૨.૫૬ ટકા, ટીવીએસ મોટર ૨.૨૩ ટકા, મારુતિ સુઝુકી ઈન્ડિયા ૧.૫૯ ટકા, અપોલો ટાયર ૧.૦૫ ટકા, એમઆરએફ ૦.૯૮ ટકા અને હીરો મોટોકોર્પ ૦.૭૬ ટકા આગળ વધ્યા હતા. આને પરિણામે બીએસઇ ઓટો ઈન્ડેક્સ ૧.૩૦% વધીને ૬૦,૦૬૮.૦૯ પર પહોંચ્યો હતો.
રિયલ્ટી શેરોની માગ પણ હતી. આ સેગમેન્ટમાં મેક્રોટેક ડેવલપર્સમાં ૪.૬૦ ટકા, ફોનિક્સ મિલ્સમાં ૪.૩૭ ટકા, ડીએલએફમાં ૨.૧૪ ટકા, મહિન્દ્રા લાઇફસ્પેસમાં ૧.૫૩ ટકા અને ગોદરેજ પ્રોપર્ટીઝમાં ૦.૫૬ ટકાનો વધારો નોંધાયો હતો. બીજી બાજુ, શોભા ડેવલપર્સનો શેર ૦.૭૩ ટકા ગબડ્યો હતો. રિયલ્ટી ઇન્ડેક્સ ૨.૫૫ ટકા વધીને ૮,૨૪૯.૨૪ પોઇન્ટના સ્તર પર પહોંચ્યો હતો.
બેન્િંકગ સેગમેન્ટના શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં ૨.૪૭ ટકા, એક્સિસ બેંકમાં ૨.૪૧ ટકા, આઇસીઆઇસીઆઇ બેંકમાં ૧.૫૪ ટકા, કોટક મહિન્દ્રા બેંકમાં ૦.૩૮ટકા અને ઇન્ડસઇન્ડ બેંકમાં ૦.૩૧ ટકાનો વધારો નોંધાયો હતો.
દરમિયાન, ફેડરલ બેંકમાં ૧.૧૨ ટકા, બેંક ઓફ બરોડામાં ૦.૬૧ ટકા અને એચડીએફસી બેંકમાં ૦.૩૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીએસઇ બેન્કેક્સ ઇન્ડેક્સ ૧.૧૦ ટકા વધીને ૫૮,૪૩૯.૧૫ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો હતો.
એનબીએફસી શેરોમાં, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ ૪.૦૧ ટકા, બજાજ ફાઇનાન્સ ૨.૫૬ ટકા, બજાજ ફિનસર્વ ૧.૫૫ ટકા, એસબીઆઇ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસ ૧.૩૫ ટકા, એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ ૦.૮૮ ટકા અને ફાઇનાન્સ ફાઇનાન્સ ૦.૮૮ ટકા વધ્યા અને જીઓ ફાયનાન્સિયલ સર્વિસિસ ૦.૦૬ ટકા વધ્યો હતો. બીએસઇ ફાયનાન્સિયલ સર્વિસિસ ૭૭.૨૯ પોઈન્ટ અથવા ૦.૬૮ વધીને ૧૧,૫૨૩.૩૪ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.