આમચી મુંબઈ
ખરી એનસીપી કોની?આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરે એવી શક્યતા
મુંબઇ: ચૂંટણી પંચ બાદ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે પણ અજિત પવાર જૂથને ખરી એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) ગણાવી છે, એવામાં ચૂંટણી ચિહ્ન અને પક્ષનું નામ મેળવવા માટે શરદ પવાર જૂથ દ્વારા સુપ્રીમ કોર્ટમાં ધા નાખવામાં આવી છે. શરદ પવારની અરજીની સુનાવણી આજે
સોમવારે હાથ ધરવામાં આવે એવી શક્યતા છે.
એવામાં સુપ્રીમ કોર્ટ શું ફેંસલો લે છે અને એનસીપીનું ચિહ્ન અને નામ કયા જૂથને ફાળવે છે, તેના પર બધાની નજર છે.
ઉલ્લેખનીય છે કે અજિત પવાર જૂથે પણ સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ કરી પોતાના પક્ષને પણ સાંભળવામાં આવે, એવી અરજી કરી છે. ગુરુવારે જ નાર્વેકરે ચૂંટણી પંચ મુજબ જ વિધાનસભ્યોના સંખ્યાબળના આધારે અજિત પવાર જૂથને ખરી એનસીપી ઠરાવતો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ જિતેન્દ્ર આાડ અને સુપ્રિયા સુળે સહિતના શરદ પવાર જૂથના નેતાઓએ નાર્વેકરની ટીકા કરી હતી.