આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્ય પ્રધાન કોણ?બધાએ આશા રાખવી ફડણવીસનું સૂચક નિવેદન
મુંબઈ: આગામી ચૂંટણી પછી મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્ય પ્રધાનનો તાજ કોના શિરે હશે? એ વિશે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સૂચક નિવેદન કર્યું છે. સભાગૃહના હળવા વાતાવરણમાં નાયબ મુખ્ય પ્રધાન વિનોદ કરતા હોય એ રીતે બોલ્યા હતા. પાંચ વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રીય ભાજપની રણનીતિ જોતા મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન કોને બનાવવામાં આવશે એ જાણે કે મોટો રાજકીય પ્રશ્ર્ન બની ગયો છે. દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે ’અમારા પક્ષમાં મંત્રી કરતા મહામંત્રીનું વજન વધારે પડે છે. એક વાત ખાસ સમજી લ્યો કે અમારે ત્યાં કોણ મુખ્ય પ્રધાન બનશે એ કહી શકાય નહીં. દરેક જણે આશા રાખવી. બધાના ‘અચ્છે દિન’ આવશે. એ સમયે વિરોધ પક્ષોએ ગિરીશ મહાજનનું નામ લીધું હતું. એ નામ સાંભળી દેવેન્દ્ર ફડણવીસ કટાક્ષમાં બોલ્યા કે ગિરીશ મહાજન વરિષ્ઠ નેતા છે અને વરિષ્ઠ નેતાઓને હવે ઝાઝી તક નથી મળતી.