૨૪ કલાક પાણી ન મળવા માટે જવાબદાર કોણ?
શ્ર્વેતપત્ર રજૂ કરી સ્પષ્ટતા કરવાની ભાજપની માગણી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વીજળી અને પાણી આ બંને વસ્તુ અત્યંત મૂળભૂત જરૂરિયાતો છે અને ભારતની આર્થિક રાજધાની ગણાતા શહેર મુંબઈમાં શહેરીજનોને પાણીની અછતનો સામનો કરવો પડે તે મોટો પ્રશ્ર્ન છે. આ પ્રશ્ર્ન બાબતે વિધાનસભામાં શ્ર્વેતપત્ર રજૂ કરવાની માગણી ભાજપ દ્વારા કરવામાં આવી છે. ભાજપ દ્વારા સીધેસીધું મુંબઈ મહાનગરપાલિકાના કારભાર ઉપર પ્રશ્ર્નચિહ્ન ઉપસ્થિત કરવામાં આવ્યું હતું.
વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને મંગળવારે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. તેના બીજા દિવસે જનતાના પ્રશ્ર્નો માંડવામાં આવ્યા હતા અને એ દરમિયાન મુંબઈ મહાનગરપાલિકા ઉપર મોટો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો.
વિધાનસભામાં છેલ્લાં પચીસ વર્ષથી એક જ કુટુંબનું શાસન છે અને મુંબઈગરાઓ ત્રીસ હજાર કરોડ રૂપિયા ભરવા છતાં મુંબઈગરાઓને પીવાનું પૂરતું પાણી નથી મળી રહ્યું, એમ કહી ભાજપના વિધાનસભ્ય આશિષ શેલ્લારે ચોવીસ કલાક પીવાનું પાણી પૂરું પાડવાની યોજના વિશે જણાવતા કહ્યું હતું કે મુંબઈ મહાનગરપાલિકામાં છેલ્લા એક જ કુટુંબની સત્તા છે અને મુંબઈગરાઓ પચીસ હજાર કરોડ રૂપિયાનો કર ભરતા હોવા છતાં તેમને પીવાનું પૂરતું પાણી નથી મળતું. એટલે મુંબઈના પાણી પુરવઠા અંગે એક શ્ર્વેતપત્ર બહાર રજૂ કરવું જોઇએ અને ચોવીસ કલાક પાણી પૂરું પાડવાની યોજનાની તપાસ કરવામાં આવે, એમ શેલારે જણાવ્યું હતું.ઉ