Maharashtraમાં ક્યારે દાખલ થશે Monsoon? જાણો હવામાન ખાતાની આગાહી શું કહે છે…
મુંબઈઃ મહારાષ્ટ્ર સહિત દેશભરમાં નાગરિકો ઉકળાટનો સામનો કરી રહ્યા છે પરંતુ હવે આ બળબળતા વાતાવરણમાં ટાઢકનો અહેસાસ થાય એવા સમાચાર ભારતીય હવામાન ખાતા (IMD) દ્વારા આપવામાં આવી રહ્યા છે. આવો જોઈએ શું છે આ મહત્ત્વના સમાચાર કે જેનાથી નાગરિકોને રાહતનો અહેસાસ થશે…
રાજ્ય સહિત મુંબઈમાં પડેલી ગરમીથી હેરાન-પરેશાન નાગરિકો પણ આતુરતાપૂર્વક ઉનાળો પૂરો થાય અને ચોમાસુ શરુ થાય એની રાહ જોઈ રહ્યા છે. દરમિયન મોન્સૂન (Monsoon)નું આજે આંદામાન (Aandaman)માં આગમન થયું છે તેથી 31મી મેના મોન્સૂન કેરળ અને ત્યાર બાદ 11મી જૂનના મહારાષ્ટ્રમાં દાખલ થશે, એવો અંદાજ વ્યક્ત કરાઈ રહ્યો છે.
આ પણ વાંચો: Weather : બંગાળની ખાડીમાં ચક્રવાતની સંભાવનાના પગલે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું, આ રાજ્યો થશે પ્રભાવિત
આંદામાન-નિકોબાર, માલદીવ, અને કોમોરીન ભાગમાં મોન્સૂનનું આગમન થયું છે. હવામાન ખાતા દ્વારા આ બાબતે માહિતી આપવામાં આવી હોઈ હવે 31મી મેના મોન્સૂન કેરળના દરિયાકિનારે પહોંચશે અને એના દસ દિવસ બાદ એટલે કે 11મી જૂનના મહારાષ્ટ્રમાં મોન્સૂનનું આગમન થશે, એવો અંદાજ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરાઈ રહ્યો છે. આ ઉપરાંત આ વર્ષે આશરે 106 ટકા જેટલો વરસાદ પડશે, એવી આગાહી પણ હવામાન ખાતા પહેલાંથી જ કરવામાં આવી છે.
આ પણ વાંચો: વરસાદની રાહ જોતા મુંબઈગરાને આવતા અઠવાડિયે મળશે રાહત કે પછી વાવાઝોડાનું તોફાન? જુઓ શું કહેવું છે હવામાન ખાતાનું…
આગામી 24 કલાકમાં રાજ્યમાં હવામાન કેવું રહેશે એની વાત કરીએ તો કેટલાક ભાગમાં વાતાવરણ વાદળછાયું રહેશે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનશાસ્ત્રીઓ દ્વારા વ્યક્ત કરાયેલાં અંદાજ અનુસાર આશરે 30થી 40 કિલોમીટરની સ્પીડથી પવન ફૂંકાશે અને વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડશે. શહેરમાં મહત્તમ ઉષ્ણતામાન 35 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે, એવો અંદાજ વ્યક્ત કરાઈ રહ્યો છે.