મીરારોડમાં કેન્સર હૉસ્પિટલ કયારે બનશે?
ફડણવીસના હસ્તે છ મહિના પહેલા થયું હતું ભૂમિપૂજન
મુંબઇ: બોરીવલીથી વિરાર સુધી કોઈ કેન્સર હોસ્પિટલ ન હોવાને કારણે ધારાસભ્ય ગીતા જૈને મીરા ભાયંદર શહેરમાં કેન્સર હોસ્પિટલ બનાવવાનો સ્થાનિક નેતા દ્વારા અને મહાનગરપાલિકાએ સરકારને દરખાસ્ત મોકલી હતી. બાદમાં સરકારે પ્રથમ તબક્કામાં રૂ. ૧૦ કરોડનું ભંડોળ મંજૂર કર્યું હતું અને ૨૨ એપ્રિલે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડવાણીસના હસ્તે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ ભૂમિપૂજન બાદ પણ આ હોસ્પિટલનું કામ શરૂ થયું ન હતું. મહાપાલિકાએ સરકારના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે આ હોસ્પિટલના નિર્માણ માટે લગભગ ૧૩૪ કરોડ રૂપિયાનું ભંડોળ અપેક્ષિત છે. પરંતુ આ ફંડ ઉપલબ્ધ ન હોવાથી સરકારે તે આપવું જોઈએ.
ફંડના અભાવે હોસ્પિટલનું બાંધકામ બંધ ન કરવું જોઈએ, પરંતુ સરકારે આમાં યોગ્ય પગલાં લેવા જોઈએ. રાજ્યના શિયાળુ સત્ર જે હાલમાં નાગપુરમાં ચાલી રહ્યું છે તેના સંદર્ભમાં વિશ્વસનીય સૂત્રોના
જણાવ્યા મુજબ, મહાનગરપાલિકાને સત્ર દરમિયાન તાત્કાલિક રિઝર્વેશન બદલીને કેન્સર હોસ્પિટલ માટે અલગ આરક્ષણની દરખાસ્ત કરવા સૂચના આપવામાં આવી છે અને તે પછી ભંડોળ ઉપલબ્ધ કરવામાં આવશે.