આમચી મુંબઈ

જ્યારે જાયન્ટ સાપે માંગી ફ્રી રિક્ષાની રાઈડ…

સોશિયલ મીડિયાના જમાનામાં ક્યારે કઈ ઘટના વાઈરલ થઈ જાય એ કંઈ કહેવાય નહીં. સોશિયલ મીડિયા પર હાલમાં આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો મધ્ય રેલવેના બદલાપુર સ્ટેશનની બહાર આવેલા રિક્ષા સ્ટેન્ડ પર ઊભી રહેલી રિક્ષાના પર આ સાપ ફેણ મારીને બેઠેલો જોવા મળ્યો હતો. વીડિયોમાં સાપ રિક્ષાના છાપરા પર ચઢવાનો પ્રયાસ કરતો પણ દેખાઈ રહ્યો છે.

બદલાપુર સ્ટેશનની બહારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે અને તે @ABHIKUS44168075 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે બદલાપુર સ્ટેશનની ટિકિટ વિન્ડો નજીકનું આ દ્રશ્ય છે. 30 સેકન્ડના વીડિયોમાં એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સાપ રિક્ષાના છાપરા પર ચઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. માનવવસ્તીવાળા વિસ્તારમાં આટલો વિશાળકાય સાપ જોવા મળતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. કેટલાક લોકો આ દ્રશ્ય કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

12મી ઓક્ટોબરના આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં તેને હજારો વ્યૂ મળી ચૂક્યા છે. જ્યારે અનેક લોકોએ આ વીડિયો પર રમુજી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક જણે કમેન્ટ કરતાં લખ્યું હતું કે ધ્યાન રાખો એ કોબ્રા છે. જ્યારે બીજાએ કમેન્ટમાં લખ્યું હતું કે નાગ રિક્ષા પર કઈ રીતે આવ્યો? ત્રીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે રિક્ષામાં પ્રવાસ કરતી વખતે કુદરતનો આનંદ માણી શકાય એ માટે આ ગોઠવણ કરવામાં આવી છે.

ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયો પર અનેક લોકો ચિંતા પણ વ્યક્ત કરી છે. લોકોએ જણાવ્યું હતું કે જો રિક્ષામાં પ્રવાસી હોત તો તેના જીવને જોખમ ઊભું થયું હોત. સદ્ભભાગ્યે એવું કંઈ થયું નહોતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button