આમચી મુંબઈમહારાષ્ટ્ર

હિન્દી ભાષાને લઈને રાજ ઠાકરેએ આ શું કહી દીધું? ‘હિન્દી રાષ્ટ્ર ભાષા નથી…કાનમાં પડતની સાથે જ…’

નવી મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં રાજ ઠાકરેએ ફરી એકવાર મરાઠી કાર્ડ રમ્યું છે. અહીં તેણે કહ્યું કે આજ સુધી હું મરાઠીના મુદ્દે જેલ પણ ગયો છું. હું કડવો મરાઠી છું. મારા માટે સંસ્કાર આવા જ બની ગયા છે. આપણે સૌથી પહેલા મહારાષ્ટ્ર પર ધ્યાન આપવાની જરૂર છે. મરાઠી માણસ આખી દુનિયામાં ગયો છે. આ માટે તેમને અભિનંદન.

નવી મુંબઈના સિડકો એક્ઝિબિશન સેન્ટરમાં આયોજિત વર્લ્ડ મરાઠી કોન્ફરન્સમાં MNS પ્રમુખ રાજ ઠાકરેએ આ સાથે જ મોટું નિવેદન આપ્યું છે. તે વધુ માં કહે છે કે કે મહારાષ્ટ્રના શહેરોમાં મરાઠી નહીંને હિન્દી મારા કાન પર પડે છે તો પરેશાની શરૂ થઈ જાય છે. ભાષાનો કોઈ વિરોધ નથી પરંતુ હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી. અન્ય ભાષાઓ કરતાં હિન્દી પણ એક ભાષા છે. દેશમાં ક્યારેય પણ રાષ્ટ્રભાષાનો નિર્ણય નથી કરવામાં આવ્યો.

આ સાથે જ તેને મહારાષ્ટ્ર સરકારને રાજ્યની તમામ સ્કૂલોમાં ધોરણ 10 સુધી મરાઠી ભાષા ફરજિયાત કરવાનો અનુરોધ કર્યો છે. અને લોકોને પણ અપીલ કરી કે તમારી સામે આવતા દરેક લોકો સાથે મરાઠી ભાષામાં જ વાત કરવી.

મરાઠી ભાષા પર ભાર મૂકતાં એ વધુમાં કહે છે આપણે હિન્દી ફિલ્મોથી સંસ્કારીત થયા. આપણે મરાઠી લોકો વાતચીતમાં હિન્દીનો ઉપયોગ કેમ કરીએ છીએ? મરાઠી ખૂબ જ મહાન ભાષા છે. મને નથી લાગતું કે મરાઠી ભાષામાં જે પ્રકારનું હાસ્ય મરાઠી ભાષામાં છે તેવું કોઈ અન્ય ભાષામાં હશે. પરંતુ આજે આ ભાષાને સાઈડલાઈન કરવાના રાજકીય પ્રયાસો થઈ રહ્યા છે. આ જોઈને મારા માથામાં આગ લાગી જાય છે. રાજ ઠાકરેએ મંચ પર હાજર શાળા શિક્ષણ મંત્રી દીપક કેસરકર પાસે માંગ કરી કે ‘મરાઠી ભાષાને મહારાષ્ટ્રની તમામ શાળાઓમાં ધોરણ 1 થી 10 સુધી ફરજિયાત બનાવવી જોઈએ.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button