કયા બાત હેં !! કોસ્ટલ રોડનું ૮૨.૫૧ ટકા કામ પૂરું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈ અને પશ્ચિમ ઉપનગરને જોડનારા મુંબઈ મહાનગરપાલિકાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા કોસ્ટલનું રોડનું ૮૨.૫૧ ટકા કામ પૂરું થઈ ગયું છે. આ કામ ઝડપથી પૂરું કરીને પહેલા તબક્કામાં નવા વર્ષમાં એટલે કે જાન્યુઆરી ૨૦૨૪માં ખુલ્લો મૂકવામાં આવે એવી શક્યતા છે.
પહેલા તબક્કામાં મરીન લાઈન્સથી વ
કાનો દાવો છે. મરીન ડ્રાઈવથી વરલી સુધીના કોસ્ટલ રોડની લંબાઈ ૧૦.૫૮ કિલોમીટર છે. કોસ્ટલ રોડનો પ્રોજેક્ટ લગભગ ૧૩,૦૦૦ કરોડ રૂપિયાનો છે.
તાજેતરમાં પાલિકા કોસ્ટલ રોડનો વિડિયો શેર કરીને દવો કર્યો હતો કે મુંબઈ કોસ્ટલ રોડનું ૮૨.૫૧ ટકા કામ પૂરું થઈ ગયું છે, જેમાં પ્રિયદર્શની પાર્કથી બરોડો પેલેસ સુધીનું ૮૩.૮૨ ટકા કામ પૂરું થયું છે. બરોડા પેલેસથી વરલી-બાંદ્રા સી લિંક સુધીનું ૬૯.૪૬ ટકા કામ પૂરું થયું છે. પ્રિન્સેસ સ્ટ્રીટ ફલાયઓવર (મરીન ડ્રાઈવ)થી પ્રિયદર્શની પાર્ક સુધીનું ૯૦.૭૭ ટકા કામ પૂરું થયું છે.