મુંબઈની ટ્રેનમાં ટિકિટ વિના ટ્રાવેલ કરનારા સુધરી જાઓ, મહિનામાં આટલા ફોકટિયા પ્રવાસી પકડાયા…

મુંબઈ: મુંબઈ સબ અર્બનની લોકલ ટ્રેનો, મેલ/એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેન અને હોલિ-ડે સ્પેશિયલ ટ્રેનોમાં ખાસ કરીને ટિકિટ વિનાના અને અનિયમિત મુસાફરોને રોકવા માટે પશ્ચિમ રેલવે રેગ્યુલર ટિકિટ ચેકિંગ કરે છે, જેમાં ગયા મહિને ચેકિંગમાં 1.19 લાખ ખુદાબક્ષ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. એપ્રિલથી ઓગસ્ટ મહિના દરમ્યાન પશ્ચિમ રેલવેએ કુલ મળીને 62.31 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ‘ઇન્સ્ટાગ્રામ’ના ચપ્પલ જોયા છે? મુંબઈમાં તો દેખાયા!
રેલવે પ્રશાસન દ્વારા સતત સઘન ટિકિટ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવતી હોય છે, જે વેસ્ટર્ન રેલવેના કમર્શીયલ અધિકારીઓની આગેવાની હેઠળ સ્પેશિયલ રુટમાં ટિકિટ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે રૂ. 20 કરોડની રકમનો જંગી દંડ વસૂલવામાં આવ્યો હતો.
પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર ઓગસ્ટ, 2024 દરમિયાન 1.19 લાખ ટિકિટ વગરના અને અનિયમિત મુસાફરી કરનારા પાસેથી 4.96 કરોડ રૂપિયાની રકમ વસૂલ કરવામાં આવી હતી, જેમાં બુકિંગ વગરના સામાનના કેસનો સમાવેશ થાય છે.
આ સિવાય ઓગસ્ટમાં પશ્ચિમ રેલવેએ મુંબઈ ઉપનગરમાં 82,000 કેસ શોધી કાઢ્યા હતા અને 2.62 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. પશ્ચિમ રેલવેની લોકપ્રિય એસી લોકલ ટ્રેનોમાં અનધિકૃત મુસાફરીને રોકવા માટે નિયમિત સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઈવના પરિણામે એપ્રિલથી ઓગસ્ટ, 2024 સુધીમાં અંદાજે 23,800 અનધિકૃત પ્રવાસીઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે અને અંદાજે 78 લાખ રૂપિયા દંડની વસૂલાત કરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : Indian Railwayના આ મહત્ત્વના નંબર વિશે જાણો છો કે? જાણી લેશો ફાયદામાં રહેશો…
મુંબઈ રેલવેમાં ખાસ કરીને દરેક પ્રવાસીઓને ટિકિટ લઈને પ્રવાસ કરવાનો અનુરોધ કરવામાં આવે છે, જેથી રેગ્યુલર પ્રવાસીઓ અને પ્રશાસનને મુશ્કેલી પડે નહીં, એમ અધિકારીએ સૌને અપીલ કરી હતી.