હાડમારી પછી રાહતના સમાચારઃ પશ્ચિમ રેલવેમાં ‘આ’ તારીખથી નવું ટાઈમટેબલ અમલી…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ છેલ્લા એક મહિનાથી પાંચમી-છઠ્ઠી લાઈનનું કામકાજ ચાલી રહ્યું છે, જે અઠવાડિયાના અંતમાં કામકાજ પૂરું થવાના આસાર છે. એક મહિનાથી પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનોનું શેડ્યૂલ ખોરવાયા પછી બારમી ઓક્ટોબરથી નવું ટાઈમટેબલ અમલી બનશે, એમ પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો :ખેલૈયાઓ માટે ગૂડ ન્યૂઝઃ નવરાત્રિમાં મોડી રાત સુધી મળશે ‘આ’ સુવિધા
નવું ટાઈમટેબલ બારમી ઓક્ટોબરના લાગુ પડશે. નવા ટાઈમટેબલથી પ્રવાસીઓની સુવિધામાં વધારો થઈ શકે છે, કારણ કે નવી સર્વિસનો પણ ઉમેરો કરવામાં આવશે. બારમી ઓક્ટોબરથી પશ્ચિમ રેલવેના કોરિડોરમાં વધુ 12 ટ્રેનની સર્વિસ ચાલુ કરવામાં આવશે, જ્યારે નવી છ સર્વિસને એક્ટેન્ડ કરવામાં આવશે. આ ઉપરાંત, 12 કોચની સર્વિસમાં વધારો કરીને પંદર કોચની કરવામાં આવશે.
પશ્ચિમ રેલવેના કોરિડોરમાં 12 નવી સર્વિસના સાથે છ સર્વિસને એક્સટેન્ડ કરવામાં આવશે. એ જ રીતે મુંબઈ સબર્બન સેક્શનમાં કુલ લોકલ ટ્રેનની સંખ્યા 1,394થી વધીને 1,406 થશે. નવી લોકલ ટ્રેનની સર્વિસમાં છ નવી સર્વિસનો સમાવેશ થાય છે, જેમાં એક ફાસ્ટ ટ્રેન ચર્ચગેટથી નાલાસોપારા સુધી, બે ટ્રેનની સર્વિસ ચર્ચગેટથી ગોરેગાંવ સુધી અને સ્લો ટ્રેન ચર્ચગેટથી અંધેરી સુધી દોડાવવામાં આવશે. દહાણુ રોડ અને વિરાર વચ્ચે નવી ચાર ટ્રેન શરુ કરવામાં આવશે, જેનાથી નાલાસોપારાના પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં વધુ સુલભ બની શકે છે.
હાલના તબક્કે બાર કોચની 10 સર્વિસની સંખ્યા વધારીને પંદર કોચની કરવામાં આવી છે, જેથી પંદર કોચની ટ્રેનની સંખ્યા 209 થશે, જે અત્યારે 199 સર્વિસીસ છે. બાર નવી ટ્રેનમાં અંધેરીથી ચર્ચગેટ (સ્લો), દહાણુ રોડથી વિરાર બે (સ્લો), વિરારથી એક ચર્ચગેટ (ફાસ્ટ), ગોરેગાંવ અને બોરીવલી ચર્ચગેટની એક-એક સ્લો ટ્રેનનો સમાવેશ થાય છે. ડાઉન દિશામાં વિરારથી દહાણુ રોડની એક (સ્લો), ચર્ચગેટથી ગોરેગાંવ સ્લો, વિરારથી દહાણુ રોડ (સ્લો), ચર્ચગેટથી ગોરેગાંવ (સ્લો) ચર્ચગેટથી અંધેરી (સ્લો), ચર્ચગેટથી નાલાસોપારાની 11.26 વાગ્યાની ફાસ્ટ ટ્રેન રહેશે.
આ પણ વાંચો :પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને હજુ અઠવાડિયું પડશે મુશ્કેલી, જાણો કેમ?
આ ઉપરાંત, અપ એન્ડ ડાઉન દિશામાં છ ટ્રેનની સર્વિસ એક્સટેન્ડ કરવામાં આવી છે, જ્યારે 12 કોચમાંથી પંદર કોચની સર્વિસને એક્સટેન્ડ પણ કરવામાં આવી છે, જેથી ટ્રેનની પેસેન્જર કેપિસિટીમાં વધારો થવાથી પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી ઘટી શકે છે.