44 વર્ષ જૂના Rail Flyover બદલવા માટે પશ્ચિમ રેલવે શું કરશે?
મુંબઈ: પશ્ચિમ રેલવેમાં બાંદ્રા અને ખારને જોડતા ૪૪ વર્ષ જૂના ફ્લાયઓવરને બદલવાની યોજના હાથ ધરી છે. આ ૨૦૧૮ની યોજના હતી, જે ફરીથી શરુ કરવાની પશ્ચિમ રેલવે સક્રિય બન્યું છે. આ રેલવે રેલવે લાઈન પશ્ચિમ રેલવેની સાથે (મધ્ય રેલવેની હાર્બર લાઈન) ગોરેગાંવ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સિએસએમટી)ને જોડે છે. પશ્ચિમ રેલવેમાં છઠ્ઠી રેલવે લાઇનનો માર્ગ મોકળો કરવાના ઉદ્દેશને લઈ 2018ની જૂની યોજના હાથ ધરવામાં આવશે, જેનાથી સબર્બન અને લાંબા-અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેન માટે અલગ કોરિડોર મળશે.
આ પણ વાંચો : Railway News : ઉદવાડા-વાપી સ્ટેશન વચ્ચે 21મી ઓક્ટોબરથી 11મી નવેમ્બર સુધી બ્લોક, 12 ટ્રેનો મોડી પડશે, મુસાફરોને હાલાકી
આ અઠવાડિયાનામાં યોજાનારી ઉચ્ચ-સ્તરીય બેઠકમાં સાંતાક્રુઝ અને માહિમ વચ્ચે ચાલનારી આ છઠ્ઠી લાઇનની વિગતોને આખરી ઓપ આપવામાં આવશે. હાલનો રેલ ફ્લાયઓવર સીએસએમટી/પનવેલ-ગોરેગાંવ રૂટ વચ્ચે હાર્બર લાઇન પર પશ્ચિમ અને મધ્ય રેલવેને જોડે છે, જ્યાંથી રોજની ૧૭૦થી વધુ દૈનિક સેવા દોડાવાય છે.
પશ્ચિમ રેલવેએ હાલના તબક્કે ફ્લાયઓવરના રિપ્લેસમેન્ટ અને વ્યૂહાત્મક કામગીરી શરુ કરી છે, જે બાંદ્રા અને ખાર વચ્ચેના પાંચમી રેલવે લાઈનને ક્રોસ કરે છે. સંબંધિત કામકાજ માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (ઇઓઆઈ) માટે પુન: ગોઠવણી અને બાંધકામ કાર્ય માટે કોલ જારી કરવામાં આવ્યો છે, જેમાં મુંબઈ સેન્ટ્રલ અને બોરીવલી વચ્ચે છઠ્ઠી રેલવે લાઈન નાખવાની કામગીરીનો પણ સમાવેશ થાય છે. પશ્ચિમ રેલવેમાં છઠ્ઠી રેલવે લાઇન ખારથી કાંદિવલી સુધી કાર્યરત છે, જ્યારે માર્ચ ૨૦૨૫ સુધીમાં તો બોરીવલી સુધી લંબાવવાની અપેક્ષા છે, એમ પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : રેલવે પ્રધાને અચાનક વાડી બંદર ડેપોની લીધી મુલાકાત, જાણો કેમ?
આ કામગીરી બે તબક્કામાં પૂરી પાડવામાં આવશે. પહેલા તબક્કામાં બાંધકામ સૂચિત બ્રિજ નિર્માણ અને તેના સહાયક માળખા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં થાંભલાઓ, ગર્ડર્સ અને સ્લેબનો સમાવેશ થાય છે. બોરીવલી નજીક કેટલાક પોલ્સ બાંધવામાં આવ્યા બાદ પ્રારંભિક કામ શરૂ થયું હોવા છતાં પ્રોજેક્ટને વિલંબનો સામનો કરવો પડ્યો હતો, પરિણામે કાટ આવી ગયા હતા.
બીજા તબક્કામાં જ્યારે ડિમોલિશન શરૂ થશે ત્યારે કાટમાળને સાફ કરવાનું અને જૂના માળખાકીય ઘટકોને દૂર કરવાનું કામ પણ હાથ ધરાશે. પ્રસ્તાવિત યોજના ત્રણ મહિનામાં તોડકામ અને બાંધકામ પૂરું કરવાની છે, જેથી ઓછામાં ઓછી ટ્રેનો રદ કરવી પડે, પણ આગળના તબક્કાની યોજના તૈયાર થયા પછી સ્થિતિ સ્પષ્ટ થશે.
સતત ટ્રાફિકવાળા વિસ્તારમાં કાર્યને ધ્યાનમાં રાખીને કામ રાતના સમયે થાય તેવો પ્રયત્ન કરાશે. સૌથી પડકારરૂપ કાર્ય એ છે કે તોડકામના સ્થળની નીચે રેલવેના લાઈવ વાયર છે, જેના આધારે રોજ ૧,૪૦૬ સેવાઓ ચાલે છે. માત્ર ૨૫ ટકા જેટલા નવા માળખા માટે જ જૂનું માળખું તોડવાની જરૂરિયાત હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.
આ પણ વાંચો : બોલો મધ્ય રેલવેના આ સ્ટેશન પર Spider-Man ભીખ માંગતો જોવા મળ્યો…
૨૦૧૮માં આ યોજના સ્થાનિકોના વિરોધને કારણે ખોરંભે પડી હતી, કેમ કે ફ્લાયઓવરના દક્ષિણ છેડે મસ્જિદ અને કબ્રસ્તાન આવેલું છે. જોકે પાંચમી અને છઠ્ઠી લાઇનનું બાકીનું કાર્ય થઇ ગયા બાદ હવે યોજના ફરીથી સક્રિય કરવામાં આવી છે.