પશ્ચિમ રેલવેનું નવું અભિયાનઃ ખુદાબક્ષોને ‘નમસ્તે’ કહે છે અને…

મુંબઈઃ રેલવેમાં ખુદાબક્ષોની સંખ્યા વધતી જાય છે અને ટીસી સાથે તેમના ઉદ્ધત વર્તનના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. ત્યારે પશ્ચિમ રેલવેએ એક અનોખું અભિયાન શરુ કર્યું છે. પશ્ચિમ રેલ્વેએ જણાવ્યું હતું કે તેઓ ટિકિટ વગરના મુસાફરો સામે ‘નમસ્તે’ સાથે ઝુંબેશ શરુ કરી રહ્યા છે.
આ યોજના રેલવે ટિકિટ ચેકિંગ સ્ટાફ સાથે મુસાફરોના બેફામ વર્તનના બનાવોમાં વધારા વચ્ચે શરુ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે તેણે 300 ટિકિટ કલેક્ટર્સ અને 50 પોલીસ કર્મચારીઓની ફોજને બોડી કેમેરા અને સ્પીકર્સ આપ્યા છે. ‘નમસ્તે અભિયાન’ નામની આ ઝુંબેશ બુધવારે બોરીવલી સ્ટેશન પર હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: પશ્ચિમ રેલવેના રેલવે સ્ટેશન પર જોવા મળશે હવે ડિજિટલ ડિસ્પ્લે, કોને થશે ફાયદો…
“બુધવારે 30 આરપીએફ અને 20 જીઆરપી સ્ટાફ સહિત 50 પોલીસ કર્મચારી સાથે 300 ટિકિટ ચેકર્સ સાંજે બોરીવલી સ્ટેશન પર ઉતર્યા હતા અને 5192 કેસ સાથે ચેકિંગમાંથી 13.5 લાખ રૂપિયા વસૂલ્યા,” ડબલ્યુઆર ચીફ પીઆરઓ વિનીત અભિષેકે જણાવ્યું હતું.
‘નમસ્તે અભિયાન’ શા માટે?
‘નમસ્તે અભિયાન’ એ ટિકિટ ચેકિંગ ફોર્સની જાહેર છબી અને કાર્યકારી શક્તિને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે એક નવું લોક-કેન્દ્રિત અભિયાન છે. આ અભિયાનનું સૂત્ર છે: “ફક્ત મુઠ્ઠીમાં પાંચ આંગળીઓ નહીં, પરંતુ ‘નમસ્તે’માં દસ આંગળીઓ – શક્તિશાળી, હેતુપૂર્ણ અને પ્રતિષ્ઠિત.”
આ પણ વાંચો: પશ્ચિમ રેલવેનો મોટો નિર્ણયઃ ટ્રેનના એન્જિનમાં લગાવાશે હાઈ-રિઝોલ્યુશન કેમેરા
આ ઝુંબેશનો ઉદ્દેશ્ય એક પ્રતિષ્ઠિત, કાર્યક્ષમ અને ટેકનોલોજી-સમર્થિત ટિકિટ-ચેકિંગ ક્લચરને સ્થાપિત કરવાનો છે. જે મુસાફરોની ક્રિયાપ્રતિક્રિયા અને શિસ્તના ઉચ્ચતમ ધોરણો જાળવી રાખીને ટિકિટ વિના મુસાફરી માટે શૂન્ય સહિષ્ણુતા સુનિશ્ચિત કરે છે.